વાંકાનેર : કેરાળા ધામ ખાતે અષાઢી બીજ નિમિત્તે મહાઆરતીનું આયોજન

- text


મહાઆરતી સાથે ધ્વજારોહણ, ભજન તથા મહાપ્રસાદ પણ યોજાશે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ધામ ખાતે સૌરાષ્ટ્રનુ પ્રખ્યાત ભકત રાણી માં તથા રુડીમાનુ મંદિર આવેલું છે. જ્યાં પરંપરા મુજબ આગામી અષાઢી બીજે તા.4 જૂલાઇને ગુરુવારે ભક્તિભાવપૂર્વક ઉજવવામા આવશે. 300 વર્ષ જુના મંદિરની જગ્યાએ નવનિર્મિત મંદિરની 2002માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ આરતી કરી હતી. જેમા ભારતભરના સંતો, મહંતો તેમજ ધાર્મિક સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરની નજીક આવેલા કેરાળા ગામે ઠાકર મંદિરમાં રાણીમા તથા રુડીમાના સ્થાનક છે. જેનો ઈતિહાસ મુળ વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામના ભરવાડ પરિવારમાં રાણીમા તથા રુડીમાનો જન્મ થયો હતો. બાળપણથી જ બન્ને બહેનોમાં તેજસ્વીતા તથા ધર્મપરાયણતા સહિતના દૈવીઅંશો બાબતે આસપાસના વિસ્તારમાં પ્રચલિત હતા. બાદમાં તેમના પાલક પિતાની ગાયો ભગવાન ગોવાળીયો બની ચરાવતા, ઠાકરને ચાકર બનાવવાના અફસોસથી કેરાળા ગામે દેશી નળીયા વાળા બે ઢાળ વાળા મંદિરમાં સ્વ હસ્તે ઠાકોરજીની મુર્તિ પધરાવી હતી. આજે પણ ત્યાં ચલિત પુજા થાય છે. છેલ્લા 70 વર્ષથી દર માસની સુદ બીજને દિવસે મંદિરમાં ભજન ભોજનનો કાર્યક્રમ રાખવામા આવે છે. જેમાં અષાઢી બીજ, મહાસુદ બીજ તથા ભાઈ બીજનું વિશેષ મહત્વ હોય છે.

- text

આગામી અષાઢી બીજને દિવસે સવારથી જ હજારોની સંખ્યામા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય મંદિરના પટાંગણમા વિશાળ સમિયાણો ગોઠવી દેવાયો છે. રાત્રે ગુજરાતના નામી કલાકારોનો ડાયરો પણ રાખવામાં આવેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text