મોરબીથી અપહરણ કરાયેલી સગીરા સાથે યુપીનો આરોપી ઝડપાયો

- text


આરોપી પર અપહરણ, જાતીય સતામણી સહિત પોકસો કાયદા હેઠળ ગુન્હો નોંધાયો

મોરબી : મોરબી તાલુકા પો.સ્ટેમાં નોંધાયેલા ગુન્હા નંબર 89/2019 હેઠળ આઈ.પી.સી.કલમ 363, 366 (અપહરણ, જાતીય સતામણી) સહિતના ગુન્હાના આરોપીને મોરબી સર્કલ પોલીસ સ્ટે.ના આઈ.એમ.કોંઢિયાના માર્ગદર્શન હેઠળની ટીમે ઉત્તરપ્રદેશથી ભોગ બનનાર સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તારીખ 15મેના રોજ રંગપર ગામની સીમમાં આવેલા ઓરોઝોન પેપર મિલમાંથી મૂળ યુ.પીનો રામવિલાસ બીરેન્દ્રકુમાર ઉં.વ.20 રહે. ગઢચપ્પા, (જરકાપૂર્વા), જી.ચિત્રકૂટ, સેરૈયા, ઉત્તરપ્રદેશ વાળો એક સગીરાનું અપહરણ કરી નાસી ગયો હતો. એ બનાવની તપાસ દરમ્યાન આરોપી એના વતન યુપીમાં હોવાની બાતમી મળતા એ.એસ.આઈ. અનંતરાય પટેલ, અરવિંદસિંહ પરમાર અને મહિલા પો.કોન્સ. સહિતના સ્ટાફે આરોપીને એના વતન યુ.પી.જઈ ભોગ બનનાર સાથે શોધી કાઢ્યો હતો. આરોપી અને સગીરાને મોરબી લઈ આવી સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી અને આરોપી વિરુદ્ધ પોકસો સહિતની કલમો લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text