મોરબી : પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ : સુંદરકાંડના પાઠ

- text


મોરબી : મોરબીના લક્ષ્મીનગરના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનો આગામી તારીખ 2 જુલાઈના રોજ સાતમા વર્ષમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે. આ તકે સંસ્થા દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર, લક્ષ્મીનગર, માળીયા હાઇવે, મોરબી ખાતે રાત્રે 8:30 કલાકે કરવામાં આવ્યું છે.

- text

મોરબીના લક્ષ્મીનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું આગામી તારીખ 2ના રોજ છઠ્ઠું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે, આ સંસ્થા દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે, કે આ સંસ્થા છેલ્લ છ વર્ષોથી નેત્રહીનોના પુનર્વસનનું કાર્ય કરે છે. સુંદરકાંડના પાઠ મણિધર હનુમાનજી મંદિરના પૂજારી હરિચરણદાસબાપુ તથા એમના સત્સંગ મંડળ દ્વારા સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે 02822 282230 પર સંપર્ક સાધવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text