અંતે મોરબીમાં મેઘરાજાનું આગમન

- text


સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થતાં લોકોમાં ખુશીની લહેર : મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરતા લોકો

મોરબી : મોરબીમાં અંતે આજે સવારથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડતા લોકોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. ત્યારે મેઘરાજા મન મુકીને વરસે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

મોરબીમાં અત્યાર સુધીમાં મેઘરાજાની હાઉકલી વચ્ચે આજે સવારથી મેઘાનું આગમન થયું છે. સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જોકે વચ્ચે વચ્ચે ધોધમાર સ્વરૂપે પણ વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ઠેરઠેર પાણી નીકળી ગયા છે. હાલ વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

- text

મોરબીમાં અંતે મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને ખેડૂતોમાં હરખની હેલી નીકળી છે. ત્યારે મેઘરાજા મન મુકીને વરસે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text