વાંકાનેર : ખેડૂતને વ્યાજખોર શખ્સોએ ત્રાસ આપ્યાના પ્રકરણની તપાસ એલસીબીને સોપાઈ

- text


ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા

વાંકાનેર : વાંકાનેરના અરણીટીંબા ગામના ખેડૂતના ભાઈએ વ્યાજે લીધેલા રૂ.5 લાખના બદલામાં તેમની જમીનનું સાટાખત કરાવી લઈને ત્રણ વ્યાજખોર શખ્સોએ ત્રાસ આપતા ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યાના ચકચારી બનાવની મોરબી એલસીબીની તપાસ સોપાઈ છે.એલસીબીએ આ બનાવની તપાસ કરીને ત્રણેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા ખેડૂત યુનુસભાઈ વલીમામદભાઈ ગઢવારાએ વાંકાનેર પોલીસમાં થોડા દિવસો અગાઉ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈ મહેબૂબભાઈએ આરોપી મનસુખભાઇ પટેલ પાસેથી રૂ.5 લાખ વ્યાજે લીધા હતા.આ વ્યાજે લીધેલા નાણા પરત મેળવવા માટે મનસુખ પટેલે બીજા આરોપી પ્રદીપસિંહ તખુભા ઝાલાને હવાલો આપ્યો હતો.જોકે ખેડૂતના ભાઈએ મૂળ રકમ અને વ્યાજની રકમ ચૂકવી દીધા બાદ પણ આરોપીઓ પઠાણી ઉઘરાણી કરીને ફરિયાદીની માતા પાસેથી ટોળ ગામની જમીનનો દસ્તાવેજ બનાવી લીધો હતો તેમજ ત્રીજા આરોપી વિશુભાએ ફરિયાદીના પિતા પાસેથી અરણીટીંબા ગામે આવેલ જમીનનું સાટાખત કરાવી લઈને આ જમીન પર પગ નહિ.મુકવાની ધમકી આપી ત્રણેય આરોપીઓએ ત્રાસ ગુજારતા યુનુસભાઈએ ઉંદર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે તેમણે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ત્યારે આ પ્રકરણની તપાસ મોરબી એલસીબીને સોંપવામાં આવી છે અને એલસીબીએ ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text