હવે મેન્યુફેક્ચર્સને આંગળીના ટેરવે મળશે ટાઇલ્સની અઢળક ડિઝાઇન : એલીગન્સ સ્ટોક એપનું લોન્ચિંગ

- text


પોર્ટલ ઉપર દર મહીને હજારોની સંખ્યામાં ટાઇલ્સની અવનવી ડિઝાઈનો મુકાશે, સીરામીક મેન્યુફેક્ચર્સ પોતાની મનગમતી ડિઝાઇન માત્ર એક ક્લિકે ખરીદી શકશે

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગ માટે ખાસ એલીગન્સ સ્ટોક એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેની મદદથી સીરામીક મેન્યુફેક્ચર્સને હવે આંગળીના ટેરવે અઢળક ટાઇલ્સની ડિઝાઇન મળી રહેશે. આ પોર્ટલમાં દર મહિને હજારોની સંખ્યામાં ટાઇલ્સની અવનવી ડિઝાઈનો મુકાશે. જેમાંથી સીરામીક મેન્યુફેક્ચર્સ પોતાની મનગમતી ડિઝાઇન માત્ર એક ક્લિકે ખરીદી શકશે.

- text

સ્પર્ધાત્મક ટાઇલ્સના માર્કેટને ધ્યાનમાં રાખીને એલીગન્સ સ્ટોક લાવ્યુ છે એક ઓનલાઈન પોર્ટલ. આ પોર્ટલમાં સમગ્ર વિશ્વના ડિઝાઈનર પોતાની ડિઝાઇનને પોર્ટલ ઉપર લાઈવ મૂકી શકશે. બાદમાં સીરામીક ટાઇલ્સના ઉત્પાદકો આ પોર્ટલ પર આવેલા વિશાળ સ્ટોકમાંથી મનગમતી ડિઝાઇન ખરીદી શકશે. બાદમાં ઉત્પાદકો ડિઝાઇનને જોબવર્કના ભાવ પર સ્થાનિક સીએનસી વેન્ડર પાસેથી માસ્ટર ( પંચ) બનાવી શકશે.
દરરોજ આ ઓનલાઈન પોર્ટલ ઉપર અવનવી અઢળક ડિઝાઇન ઉમેરવામાં આવશે. દર મહિને કુલ હજારોની સંખ્યામાં નવી ડિઝાઇન ઉમેરાશે. આ પોર્ટલની મદદથી હવે માસ્ટર રેંજ બનાવવા માટે સીરામીક મેન્યુફેકચર્સને પોતાનો કિંમતી સમય વેડફવો પડશે નહિ. દરેક મેન્યુફેક્ચર્સ મોબાઈલ ઉપર ELEGANCE STOCK APP ડાઉનલોડ કરીને ઘર બેઠા અવનવી ડિઝાઇન મેળવી શકશે.

હાલ એક મહિના સુધી મેન્યુફેક્ચર્સને ખરીદી ઉપર 35 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળવાનું છે. એન્ડ્રોઇડ એપ https://play.google.com/store/apps/details?id=com.magenative.elegancestock આ લિંક ઉપરથી ઇન્સ્ટોલ કરી શકાશે. ટૂંક સમયમાં આઈઓએસ એપ પણ લોન્ચ કરવામાં આવશે. વધુ વિગત માટે WWW.ELEGANCESTOCK.COM ઉપર વિઝીટ કરવા જણાવાયું છે.

- text