મોરબી : આલાપ રોડ વિસ્તારની સોસાયટીની સમસ્યાઓ દૂર કરવા રજુઆત

- text


મોરબી : શહેરના આલાપ રોડ પર આવેલી સોસાયટીઓનાં રહીશો દ્વારા રોડ-રસ્તા, પાણી, વીજળી જેવી વિવિધ સમસ્યાઓના નિરાકરણ લાવવાની માંગ સાથે સંબધિત વિભાગોમાં રજુઆત કરવામાં આવી છે.

આલાપ રોડ વિસ્તારમાં આવેલા પટેલનગર વિસ્તારના રહીશ નરશીભાઈ મોહનભાઇ કાંજીયાએ મોરબી નગર પાલિકા ચીફ ઓફિસર, નગર પાલિકાના પ્રમુખ, કોર્પોરેટર તેમજ ધારાસભ્ય સહિતનાઓને લેખિત રજુઆત કરીને જણાવ્યું હતું કે વજેપર તેમજ લીલાપર રોડ પર સ્મશાન સુધી રોડનું કામ મંજુર થયેલ એ રોડ આલાપ સોસાયટી સુધી જ પૂરો કરવામાં આવેલ છે. જે રોડની મંજૂરી મુજબનું બાકીનું કામ એક વરસથી અટકેલું છે એ સત્વરે પૂરું કરવામાં આવે. પટેલનગર (ન્યુ આલાપ) તેમજ ખોડિયાર સોસાયટીના વર્ષો પહેલા બનેલા રોડ હાલ બિસ્માર બની ગયા છે અને ચારે બાજુ અડાબીડ બાવળ ઊગી નીકળ્યા છે તે અંગે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે. સોસાયટીની સ્થાપના થઇ ત્યારે નાખેલી પાણીની પાઇપલાઇન હાલની વધેલી વસ્તીની જરૂરિયાત સંતોષતી નથી ત્યારે હાલમાં જ નવી નંખાયેલી નર્મદાની પાઇપલાઇનમાં હજુ પાણી વિતરણ શરૂ કરવામાં આવે તો છેવાડાના ફ્લેટધારકો સુધી પાણી પહોંચે. વળી જ્યાં રોડ છે ત્યાં નિયમાનુસાર સ્પીડબ્રેકર મૂકવાને બદલે અણઘડ રીતે બનાવેલા સ્પીડબ્રેકરને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો યોગ્ય માપ સાઈઝના બ્રેકરો બનાવવામાં આવે. રજુઆતમાં એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્ટ્રીટ લાઈટ 24 કલાક ચાલુ રહે છે. એક તરફ સરકાર વીજળી બચાવો અભિયાન ચલાવતી હોય ત્યારે 24 કલાક ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટના બીલનું ભારણ તો આખરે પ્રજાના ચૂકવેલા ટેક્ષ ઉપર જ આવે છે. એ બાબતે ત્વરિત ઘટતું કરવા જણાવાયું છે. સ્થાનિકો દ્વારા પડતર જમીન અને રોડ-રસ્તાની આજુબાજુ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવાનો પ્રસ્તાવ પણ રજૂઆતના અંતે કરવામાં આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text