મોરબી : પૂંઠાના ખાલી ખોખામાંથી ચકલીના માળા બનાવતા પ્રકૃતિ પ્રેમીનું પ્રેરણાદાયી અભિયાન

- text


મોરબી : લગ્નની કંકોત્રી પૂંઠાના બોક્સમાં બનાવીને બાદમાં એ બોક્સનો ઉપીયોગ ચકલીના માળા તરીકે કરવાના સમાચારો તમે વાંચ્યા હશે. બહુ જ ઉમદા પ્રયાસ હોવા છતાં એ માટે ખર્ચ તો થાય જ છે. જો કે એ પ્રયાસ સમાજમાં ખૂબ આવકારદાયક બન્યો છે ત્યારે વગર ખર્ચે નકામા પૂંઠાના બોક્સમાંથી ચકલીના માળા બનાવવાનો રસ્તો એક પ્રકૃતિ પ્રેમીએ શોધી કાઢી તેને અમલમાં મુક્યો છે.

લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ અભિયાન ચલાવે છે અને ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ પણ કરતા હોય છે. ત્યારે ચકલી બચાવો અભિયાન માટે મોરબીના એક પ્રકૃતિ પ્રેમી આધેડ વેસ્ટમાંથી બેસ્ટનું અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. જેઓ સી.સી.ટી.વી કેમેરાના વેસ્ટ બોક્સનો ઉપયોગ કરીને ચકલીના માળા બનાવી રહ્યા છે.

- text

મોરબી શહેરમાં રુદ્રા ઇન્ફોટેક નામની પેઢીના સંચાલક મૌલિકભાઈ વડાવીયા સી.સી.ટી.વી. કેમેરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ જ્યાં પણ સી.સી.ટી.વી. કેમેરા ફિટ કરવા જાય ત્યાંના બોક્સ ખાલી પડ્યા રહેતા હોય જેથી એમના પિતા રમેશભાઈ વડાવીયાએ ખાલી બોક્સ ફેંકી દેવાને બદલે તેનો સદુપયોગ કરીને ચકલીના માળા બનાવવાનું અભિયાન શરુ કર્યું છે.પ્રકૃતિપ્રેમી અને સેવાભાવી રમેશભાઈ વડાવીયા સી.સી.ટી.વી. કેમેરાના ખાલી બોક્સનો સદુપયોગ કરીને પક્ષી માટે માળા બનાવી રહયા છે. જે માળા આગામી દિવસોમાં મોરબીના મકાનો, ફેક્ટરી સહિતના સ્થળે લગાવવામાં આવશે જેથી પક્ષીઓને આશરો મળી રહેશે. રમેશભાઈના વેસ્ટમાંથી બેસ્ટ અભિયાન અને પક્ષીઓ પ્રત્યેની સંવેદનાને સૌ કોઈ આવકારી રહ્યા છે. ત્યારે એમના આ કાર્યમાંથી પ્રેરણા લઈ નકામી ચીજ વસ્તુઓને ફેંકી દેવાના બદલે કે મામુલી રકમ માટે ભંગારના ફેરિયાઓને વેંચી દેવાના બદલે કોઈને કોઈ સદકાર્યોમાં ઉપીયોગમાં લેવામાં આવે તો સેંકડો કાર્યો એવા છે કે જે માટે કશો વધારાનો ખર્ચ ન કરવો પડે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text