મોરબીમાં નવા બનેલા જુના બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું

- text


ભાવનગર ખાતે સીએમ રૂપાણીએ વીડિયો દ્વારા રિમોન્ટ કંટ્રોલથી ઓપનિંગ કર્યા બાદ કલેકટરે તકતીનું અનાવરણ કર્યું

મોરબી : મોરબીના હજારો મુસાફરોની લાભદાયી સુવિધા માટે રૂ.1.24 કરોડના ખેંચે અત્યાધુનિક રીતે જુના બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે આજે ભાવનગર ખાતેથી સીએમ રૂપાણીએ આ બસ સ્ટેન્ડનું ઇ-લોકપર્ણ કર્યા બાદ વિધિવત રીતે કલેકટરે તકતીનું અનાવરણ કરીને મુસાફરોના લાભાર્થે જુના બસ સ્ટેન્ડને ખુલ્લું મૂક્યું હતું.

મોરબીના વર્ષોથી ખખડધજ હાલતમાં રહેલા જુના બસ સ્ટેન્ડનું રીનોવેશન કરવામાં આવ્યું છે. જેમાં રૂ.1.24 કરોડના ખર્ચે જુના બસ સ્ટેન્ડને અદ્યતન બનાવવામાં આવ્યું છે.આ બસ સ્ટેન્ડમાં ઓનલાઈન રિઝર્વેશન સહિતની મુસાફરો માટે તમામ પ્રકારની સવલત ઉભી કરવામાં આવી છે.ત્યારે આ રંગ રૂપ સાથે તૈયાર થયેલા જુના બસ સ્ટેન્ડનો આજે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

- text

જેમાં આજે ભાવનગર ખાતેથી સીએમ રૂપાણીના હસ્તે વીડિયો દ્વારા રિમોટ કંટ્રોલથી મોરબીના જુના બસ સ્ટેન્ડ સહિત 21 બસ સ્ટેન્ડોનું લોકપર્ણ કરવામાં આવ્યું હતું.બાદમાં મોરબી જિલ્લા કલેકટર માકડીયાએ તકતીનું અનાવરણ કરીને જુના બસ સ્ટેન્ડને ખુલ્લું મૂક્યું હતું.આ તકે પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયા તથા એસ.ટી.ડેપો મેનેજર શામળા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ જૂનું બસ સ્ટેન્ડ મોરબી તથા ગ્રામ્ય વિસ્તારો માટે ઘણું લાભદાયી રહેશે. મુસાફરીનો એસટી સુવિધા આપવા અને બસ સ્ટેન્ડની જાળવણી કરવામાં તંત્ર પણ નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે તે જરૂરી છે.સાથોસાથ મુસાફરો પણ સરકારી મિલ્કતની યોગ્ય દેખભાળ કરે તે હિતાવહ છે. એકંદરે નવા રંગ રૂપ સાથે અદ્યતન બસ સ્ટેન્ડની સુવિધા મળતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text