મોરબી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા

- text


કારોબારી અને શિક્ષણ સમિતિની રચના અંગે પુનઃવિચારણા કરાશે

મોરબી : આચાર સંહિતા હટયા બાદ મોરબી જિલ્લા પંચાયતની આજે પ્રથમ સામાન્ય સભા યોજાનાર છે. જેમાં એક કલાકની સમય મર્યાદામા પ્રશ્નોતરી રાઉન્ડ ચાલવાનો છે. જે દરમિયાન સભ્યો તરફથી ભારે પ્રશ્નોનો મારો ચલાવવામાં આવનાર છે.

આ ઉપરાંત સામાન્ય સભામાં રામપર પાડાબેકર અને મહેન્દ્રનગર ગ્રામપંચાયતનું બજેટ નામંજૂર થયું હતું. તેના ઠરાવ અંગે અભિપ્રાય આપવામા આવશે. આ સાથે રોડના કામોને બહાલી આપવામાં આવનાર છે. સાથે અગાઉ સામાન્ય સભામાં કારોબારી અને શિક્ષણ સમિતિની રચનાને બહાલી આપવામાં આવી ન હતી. તે અંગે પુનઃવિચારણા કરવામાં આવનાર છે.

- text

- text