વાંકાનેર સીટી પોલીસે અંગ્રેજી દારૂની ૧૫ બોટલ સાથે ૪ આરોપીને ઝડપી પાડ્યા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પીઆઈ એમ.વી. ઝાલા ના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા રાતીદેવળી ગામે અંગ્રેજી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળતાં રાતીદેવળી ગામના પ્રેમજી વોરાના મકાનમાં રેડ કરતાં આરોપી ૧. પ્રેમજી દેહા વોરા, ૨. કૈલાશ પ્રવીણ વોરા, ૩. દલપત મોતી વોરા, ૪. મનુ જેરામ વોરા (પેડક) દારૂનું વેચાણ કરતા હોવાનું જાહેર થયેલ જેમાંથી ઉપરોક્ત ત્રણ આરોપીઓને સ્થળ પરથી ૯ બોટલ અંગ્રેજી દારૂ સાથે ઝડપી પાડવામાં આવેલ જ્યારે મનુ જેરામ વોરા નાસી છૂટેલ જેને પણ પોલીસે પાછળથી ઝડપી પાડેલ અને તેના કબજામાં રહેલ 6 અન્ય અંગ્રેજી દારૂની બોટલ કબજે કરેલ. આમ કુલ ૧૫ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે કુલ ચાર શખ્સોને ઝડપી પાડેલ છે.

- text

- text