મોરબીમાં દાંડિયા રાસ શીખો અને પાટીદાર નવરાત્રીના પાસ ફ્રી મેળવો

- text


વાઇબ્રન્ટ દાંડિયા ક્લાસનો 4 જુલાઈથી બે બેચ શરૂ : તમામ ખેલૈયાઓને પાટીદાર નવરાત્રી મહોત્સવના ફ્રી પાસ અપાશે

મોરબી : મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ આયોજિત પાટીદાર દાંડિયા કલસીસનો આગામી તા. 4 જુલાઈથી શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં બે બેચ શરૂ થનાર છે. ઉપરાંત દરેક ખેલૈયાઓને પાટીદાર નવરાત્રી મહોત્સવના ફ્રી પાસ પણ આપવામાં આવનાર છે.

મોરબીના રવાપર રોડ પર નરસંગ મંદિરની બાજુમાં બાપાસીતારામ ચોક ખાતે માનવ પ્લાઝમા આગામી તા. 4 જુલાઈથી વાઇબ્રન્ટ દાંડિયા કલાસીસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પાટીદાર નવરાત્રી મહોત્સવ આયોજિત આ દાંડિયા કલાસીસનો સમય સવારે 7 થી 11 અને સાંજે 5 થી 10 સુધીનો રહેશે. ફેમેલી તથા કપલ માટે તેમજ લેડીઝ માટે અલગ બેચની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ક્લાસીસમા 3 મહિનાનો સ્પેશિયલ કોર્સ કરાવવામાં આવનાર છે.

વાઇબ્રન્ટ દાંડિયા ક્લાસિસમાં સુરત અને નવસારીના પ્રખ્યાત દોઢિયા તથા અલગ અલગ સ્ટાઇલના ગરબા શીખવવામાં આવશે. ઉપરાંત અહીં શીખવા આવેલા ખેલૈયાઓને પાટીદાર નવરાત્રી મહોત્સવનો ફ્રી પાસ આપવામાં આવશે. પાટીદાર નવરાત્રી મહોત્સવમાં છેલ્લા દિવસે જનરલ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે. જેમાં વિજેતા ખેલૈયાઓને એક્ટિવા સહિતના લાખેણા ઇનામો અપાશે.

- text

ક્લાસિસમાં જેન્ટ્સ ફેકલ્ટીમાં ભાસ્કર પૈજા, રાહુલ કવૈયા, મેહુલ કૈલા, મનીષ ભોજાણી, ઉત્સવ ચંદે, દીપેન કગથરા અને દિવ્યેશ અગ્રાવત તેમજ લેડીઝ ફેકલ્ટીમાં અમિષા રાચ્છ, ભૂમિ સોમૈયા, દિવ્યા રાવલ, સ્તુતિ પટેલ, નિયતી કુકડીયા અને અંકિતા પટેલ રહેશે. વધુ વિગત માટે ભાસ્કર પૈજા મો.નં. 9909064704 અથવા રાહુલ કવૈયા મો.નં. 8141924214, મનિષ ભોજાણી – 9015144444 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text