મોરબી : ટ્રાવેલ્સ સંચાલકની હત્યાના કેસમાં ભત્રીજાના આગોતરા જામીન મંજુર

- text


મોરબી : મોરબીમા ટ્રાવેલ્સ સંચાલક કાકાની હત્યાના પ્રકરણમાં બે સગા ભત્રીજા સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક ભત્રીજાના આગોતરા જામીન કોર્ટે મંજુર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબીના ટ્રાવેલ્સ સંચાલક ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાની તલવારના ઘા ઝીંકી હત્યા કરી બે ભત્રીજાઓ સહિતના છ આરોપી ફરાર થઈ ગયા હતા. જેને ઝડપી લેવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી. જો કે ચાર આરોપીઓને નવલખી ફાટક નજીકથી પોલીસે ઝડપી લીધા હતા. બાદમાં દિવયરાજસિંહ રાણા નામના આરોપીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાં આરોપી પક્ષના વકીલ યોગરાજસિંહ જનકસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ જોરુભા ઝાલાની ધારદાર દલીલોને આધારે ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા આજે આરોપી દિવયરાજસિંહ રાણાના આગોતરા જામીન મંજુર કરી આપવામાં આવ્યા છે.

- text