વાવાઝોડા અન્વયે મોરબી જિલ્લામા મંત્રી કુંવરજી બાવળિયા રહેશે સ્ટેન્ડ ટુ

- text


 

જ્યા સુધી પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન બને ત્યાં સુધી મંત્રી મોરબી નહિ છોડે : સૌરાષ્ટ્ર- કચ્છના દરેક જિલ્લાઓમાં એક-એક મંત્રીઓને સ્ટેન્ડ ટુ રાખવાનો રાજ્ય સરકારનો નિર્ણય

મોરબી : વાયુ વાવાઝોડું ગુરુવારે વહેલી સવારે ગુજરાતમાં પ્રવેશવાનું છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે તંત્ર સાથે જરૂરી સંકલન સાધવા અર્થે અને માર્ગદર્શન પૂરું પાડવા માટે સૌરાષ્ટ્ર- કચ્છના તમામ જિલ્લાઓમાં એક એક મંત્રીને સ્ટેન્ડ ટુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે સંદર્ભે મોરબી જિલ્લામા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગુરુવારના રોજ વહેલી સવારે વાયુ વાવાઝોડું દિવ અને વેરાવળ વચ્ચેના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશવાનું છે. આ વાવાઝોડાની સુરેન્દ્રનગર સિવાયના સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અસર થવાની છે. વધુમાં રાજ્યના તમામ દરિયાકાંઠા વિસ્તારમાં આ વાવાઝોડાની પણ અસર થવાની હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. જૅથી દિવ બંદરે 3 નંબરનું અને તે સિવાયના બંદરોએ 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

- text

વધૂમા આ વાવાઝોડાથી કોઈ જાનહાની ન સર્જાઈ તે માટે તંત્ર દ્વારા સુચારુ આયોજન ઘડવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે આજે સાંજે એક બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં વહીવટી તંત્ર સાથે સંકલનમાં રાખવા તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા નિર્ણય સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં એક-એક મંત્રીઓને જિલ્લામા સ્ટેન્ડ ટુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે અંતર્ગત મોરબી જિલ્લામા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને મુકવામાં આવ્યા છે. આ જ રીતે રાજકોટમાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને રાખવામાં આવ્યા છે. વાવાઝોડા વખતે વીજ પુરવઠાને ગંભીર અસર પહોંચનાર છે. ત્યારે પીજીવીસીએલની કોર્પોરેટ કચેરી રાજકોટમા હોય તેથી ઉર્જા મંત્રીને અહીં મુકવામાં આવ્યા છે.

જ્યા સુધી દરેક જિલ્લાઓમાં પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન બની જાય ત્યાં સુધી મંત્રીઓ રોકાણ કરવાના છે. આ મંત્રીઓ દરેક વિસ્તારોની મુલાકાત લઈને વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ મંત્રીઓ આવતીકાલે બુધવારે બપોર સુધીમાં પોત પોતાના ફાળવવામાં આવેલા જિલ્લાઓમાં પહોંચી જવાના છે.

- text