મોરબી જિલ્લાને હરીયાળો બનવવા બે પર્યાવરણ સંસ્થાએ સહિયારા પ્રયાસની અપીલ કરી

- text


વૃક્ષ પ્રેમી મિત્ર મંડળ અને વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષ ઉછેર માટે આર્થિક સહયોગ આપવા પર્યાવરણ પ્રેમીઓ અને સંસ્થાઓને આગળ આવવા અપીલ કરાઈ

મોરબી : મોરબી જિલ્લાને લીલોછમ હરિયાળો બનાવવા માટે આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બે પર્યાવરણ સંસ્થાએ સહિયારા પ્રયાસ પર ભાર મૂકીને પર્યાવરણપ્રેમીઓ અને સંસ્થાઓને આગળ આવવાની અપીલ કરી છે.જેમાં પર્યાવરણની જતન કરતી બે સંસ્થા વૃક્ષ પ્રેમી મિત્ર મંડળ અને વેદમાતા ગાયત્રી ટ્રસ્ટે મોરબી જિલ્લાની લીલોછમ હરિયાળો બનાવવાનું કામ શક્ય ન હોવાથી વધુને વધુ વૃક્ષ ઉછેર માટે પર્યાવરણ પ્રેમીઓ અને સંસ્થાઓને આર્થિક સહયોગ આપવાનો અનુરોધ કર્યો છે.

- text

મોરબીના વૃક્ષ પ્રેમી મિત્ર મંડળે આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મોરબી જિલ્લાને લીલોછમ હરિયાળો બનાવવાનો સંકલ્પ કરીને વધુને વધુ વૃક્ષ વાવવા અને તેના કાળજી પૂર્વક જતન માટે લોકો પાસે સહિયારો સાથ આપવાની અપીલ કરી છે.વૃક્ષ પ્રેમી મિત્ર મંડળે જણાવ્યું હતું કે ,તેમનું આ ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લાની પાંચ જગ્યાએ વૃક્ષ વાવીને કાળજી પૂર્વક જતન કરી રહ્યું છે.અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલા વૃક્ષ વાવ્યા છે.જોકે મોરબી જિલ્લો રોકેટ ગતિએ વિકાસ કરતો હોવાથી હજુ પણ પર્યાવરણની સમતુલા જાળવવા લાખો વૃક્ષ વાવીએ તો પણ ઓછા પડે તેમ છે.જોકે આ કાર્ય એકલા હાથે શક્ય નથી.તેથી વૃક્ષ ઉછેરના આર્થિક સહયોગ માટે પર્યાવરણ પ્રેમીઓ અને સંસ્થાઓ આગળ આવે તેવી અપીલ કરી છે અને આર્થિક સહયોગ માટે આ સંસ્થાના અગ્રણીઓ નરેન્દ્રભાઈ અઘારા 99097 44344, વિપુલભાઈ કોરડીયા 98982 71700, ચંદ્રશેખરભાઈ પટેલ 95748 88960 હરેશભાઇ વડાલિયા 98795 42100 અને સંજયભાઈ રાજપરા 98253 29722 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.આવી જ રીતે આજે મોરબી વેદમાતા ગાયત્રી ટ્રસ્ટે પણ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અપીલ કરી છે કે, આ ગૃપ પણ ઘણા સમયથી વૃક્ષારોપણ કરે છે.અને જુદીજુદી જગ્યાએ વૃક્ષ આપીને પર્યાવરણનું જતન કરે છે.ત્યારે આ ગ્રુપ દ્વારા ચાલી રહેલા પર્યાવરણ સુધારણા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ગામડે ગામડે વૃક્ષ વાવવાનું નક્કી કરાયું છે.એ માટે પર્યાવરણ પ્રેમીઓ અને સંસ્થાઓ ગામડાને દત્તક લઈ ભાગીદારી નોંધાવે તેવી અપીલ કરવામાં આવી છે અને આ અંગે વધુ વિગતી માટે વેદમાતા ગાયત્રી ટ્રસ્ટના મણીભાઈ ગડારા 94282 77391 તથા વી.ડી.પડસુબિયા 99792 85873 પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text