મોરબીના ગોર ખીજડિયા ગામે લોકોએ બુટલેગરને થાંભલે બાંધીને ધોલાઈ કરી

- text


મોરબીના વીસીપરાનો શખ્સ ગામમાં દેશી દારૂ વેચવા જતા ગ્રામજનો વિફર્યા : ગામલોકોએ માર મારીને પોલીસના હવાલે કરી દીધો

મોરબી : મોરબીના ગોર ખીજડિયા ગામે આજે મોરબીના વિસીપરાના બુટલેગરને દારૂ વેચવા જવાનુ ભારે પડ્યું હતું.આ બુટલેગર દેશી દારૂની કોથળીઓ સાથે ગામમાં વેપલો કરવા આવતા ગ્રામજનો વિફર્યા હતા અને ગામલોકોએ આ બુટલેગરને થાંભલે બધીની ધોલાઈ કરી નાખી હતી. બાદમાં તાલુકા પોલુસને સોંપી દીધો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગોર ખીજડિયા ગામે આજે મોરબીના વીસીપરા વિસ્તારમાં દારૂનો વેપલો કરતો બુટલેગર ફિરોજ હુશૈનભાઈ સુમરા દેશી દારૂ વેચવા આવ્યો હતો.ગોર ખીજડિયા ગામે ખેત મજુરી કરતા પરપ્રાતિય શખ્સોને દેશી દારૂ આપવા આવ્યો હોવાની જાણ થતાં ગ્રમજનો એકઠા થઇ ગયા હતા અને ગામલોકોએ દારૂ વેચવા આવેલા આ બુટલેગરને ઝડપી લીધો હતો અને થાંભલે બાંધીને એવો મેથીપાક ચખાડ્યો હતો કે આ ગામમાં હવે પછી ક્યારેય આવી હરકત કરવાની ભૂલ ન કરે.ગામલોકોએ આ શખ્સની ધોલ ધપાટ કરીને તાલુકા પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યના પોલીસવડાએ દેશી દારૂના હાટડાઓ પર તૂટી પડીને બુટલેગરોને ઝડપી લેવા આદેશ કર્યો છે ત્યારે ગોરખીજડિયા ગામે બનેલી આ ઘટનાથી કહેવાતી દારૂબંધી અને પોલીસની કામગીરીના ધજજીયા ઉડી ગયા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text