મોરબીમાં બાઇક સાથે એસ ટી બસ ટકરાતા નાગાલેન્ડના યુવાનનું મોત

- text


પરિચિત મહિલા મૂકીને પરત આવતી વખતે નાગાલેન્ડના બે યુવાનોને અકસ્માત નડ્યો : એકનું મોત અને બીજા યુવાનને ઇજા

મોરબી : મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આજે વહેલી સવારે એસ ટી બસે એક ડબલ સવાર બાઇકને હડફેટે લેતા મૂળ નાગાલેન્ડના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે નાગાલેન્ડના બીજા યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.એક પરિચિત મહિલાને સામાકાંઠે મૂકીને પરત આવતી વખતે નાગાલેન્ડના આ બન્ને યુવાનોને અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકના જમાદાર આર.બી.વ્યાસ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલા એસ્સાર પેટ્રોલ પંપની પાછળના મોલમાં રહેતા મૂળ નાગાલેન્ડના વતની જુમો બેમો ન્યુમ્બેમો ઓબોયા ઉ.વ.18 અને રામદત નામના બે નાગાલેન્ડના યુવાનોના ઘરે નાગાલેન્ડથી તેમના એક પરિચિત મહિલા આવ્યા હતા જોકે રામદત મોરબી શહેરમાં રહેતો હોવાથી ગતરાત્રે આ ત્રણેય લોકો ત્યાં હતા.જ્યારે નાગાલેન્ડથી આવેલી મહિલા સામાકાંઠે રહેતી હોવાથી ગતરાત્રીના 3 વાગ્યાની આસપાસ કામ પતી ગયા પછી આ બન્ને યુવાનો બાઇકમાં તેણીને સામાકાંઠે મુકવા ગયા હતા અને આજે વહેલી સવારે આ મહિલાને મૂકીને પરત મોરબી શહેર તરફ આવી રહ્યા હતા. ત્યારે મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર કલેકટર બાંગ્લાની આગળ સરદાર પટેલની પ્રતિમાની સામે તેના બાઇકને સામેથી આવતી એસટી બસે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જુમો બેમોનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેને બેભાન હાલતમાં જ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text