મોરબી : બે જગ્યાએથી વિદેશી દારૂની બોટલ પકડી પાડતી એલ.સી.બી.

- text


મોરબી : મોરબીના ઢુવા માટેલ રોડ, અમરધામ પાસે પ્રયાગ ચેમ્બરમાં ખોડિયાર મોબાઈલ નામની દુકાનમાંથી તથા વિરપારની સીમમાં અરમાનો સીરામીક કારખાના સામેની વાડીમાંથી વિદેશી દારૂની કુલ 245 નંગ બોટલ(કિંમત રૂ. 73,500)ના મુદ્દામાલ સાથે મોરબી એલ.સી.બી.એ પકડી પાડીને ચાર સામે ગુનો નોંધ્યો છે, બે આરોપી હાજર મળી આવ્યા નથી.

રાજકોટ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા મોરબી પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. જાડેજાને પ્રોહિબિશનની બદી નાબૂદ કરવા સૂચના અપાઈ હતી. એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણાને મળેલી ખાનગી બાતમીના આધારે દિલીપભાઈ કાંતિભાઈ મહેતા(બાવાજી, ઉ.વ. 30- રહે. હાલ ઢુવા માટેલ રોડ, ખોડિયાર મોબાઈલ, મૂળ રહે સુદામડા, સુરેન્દ્રનગર), હર્ષદભાઈ શામજીભાઈ ખાણધર(ઉ.વ. 31- રહે. પાનેલી)ને પ્રયાગ ચેમ્બર, ખોડિયાર મોબાઈલ નામની દુકાનમાંથી એપિસોડ કલાસિક વહીસ્કીની બોટલ(નંગ 71, કિંમત રૂ. 21,300) સાથે પકડ્યા હતા. વિરપરની સીમમાં આવેલ અરમાનો સીરામીક કારખાના સામેની વાડીમાંથી ચકુભાઇ અરજણભાઈ ધેણોજા(રહે. માટેલ, વાકાનેર)ને મૂનવોક પ્રીમિયમ ડ્રાઈવ જીનની બોટલ(નંગ 174, કિંમત રૂ. 52,200) સાથે પકડી પાડ્યો હતો. આમ કુલ 245 નંગ વિદેશી દારૂની બોટલ સાથે કુલ રૂપિયા 73,500ની કિંમતનો મુદામાલ મોરબી એલ.સી.બી.એ પકડ્યો હતો. ગુણવંતભાઈ બાબુભાઇ દલવાડી(રહે. મોરબી, વાવડી રોડ, આશાપુરા પાર્ક)ને વેચાણ કરવાના ઇરાદે રેઇડ દરમિયાન દિલીપભાઈ મહેતા અને હર્ષદભાઈ ખાણધર હાજર મળી આવતા અને ચકુભાઇ ધેણોજા અને ગુણવંતભાઈ દલવાડી હાજર ન મળી આવતા ચારેય સામે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

- text

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text