મોરબી જિલ્લામાં 21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે

- text


મોરબી જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

 

મોરબી : વડાપ્રધાન મોદીના પ્રયાસોથી વિશ્વમાં 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં ૨૧મી જુન-વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે આગોતરા આયોજનને આખરી ઓપ આપવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં આગામી તા.૨૧મી જુન વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે જિલ્લા કલેકટર આર.જે.માકડીયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાયેલ હતી. જિલ્લા કલેકટર માકડીયાએ જણાવ્યું હતુ કે આગામી તા.૨૧મી જુનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે જિલ્લાના અધિકારીઓને તાકિદ કરી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાની ઉજવણી એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવાની હોવાથી સામુહિક યોગ માટે ઉપસ્થિત થનાર લોકો માટે પાણીની વ્યવસ્થા, મેડીકલ ટીમ તેમજ દિવ્યાંગ બાળકોને લાવવા-લઈ જવાની વ્યવસ્થામાં ક્યાંય કચાશ ન રહે તે જોવા અધિકારીઓને જણાવ્યું હતું. વિશ્વયોગ દીનની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાએ મુખ્ય કાર્યક્રમ સહિત અન્ય પાંચ કેન્દ્રો, તાલુકા કક્ષાએ બે તેમજ નગરપાલીકાના બે કેન્દ્રો ખાતે યોગ કેન્દ્રનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અન્વયે ધાર્મિક સંસ્થાઓ, લાયન્સ કલબ, રોટરી કલબ, ડૉક્ટર્સ એસોશીએશન, વકિલ મંડળો, ટીચર્સ એસોસીએશનનો સંપર્ક કરી વધુમાં વધુ લોકો યોગ દિવસના કાર્યક્રમોમાં જોડાય તેવા પ્રયત્નો કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪ જુનથી ૨૦ જુન સુધી વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા યોગાભ્યાસમાં જોડાઈ શકે તે માટે તાલીમ સ્થળો નક્કિ કરવામાં આવશે તેમ કલકટર માકડીયાએ જણાવેલ હતુ. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, અધિક નિવાસી કલેકટર કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી. જાડેજા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text