મોરબીના ભડિયાદમા યુવક દ્વારા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ

- text


મોરબી : મોરબીના ભડીયાદ નજીક એક કારખાનામાં યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ભડીયાદ નજીક આવેલ મિલેનિયમ વિટ્રીફાઇડ નામના કારખાનામાં વિનોદભાઈ ગોવિંદભાઇ ઉ.વ. ૨૯એ કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે જાણ થતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને યુવકનું આ પગલુ ભરવા પાછળનું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે.

- text