હળવદમાં આગોતરા વાવેતર માટે વધુ વીજળી આપવાની ધારાસભ્યની રજુઆત

- text


ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજુઆત કરીને ખેડૂતોને આગામી ચોમાસામાં આગોતરા વાવેતર માટે પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગ કરી

હળવદ : હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તાર ખેતી પર નભે છે.પણ ખેડૂતોની કમનીસીબી એ રહી છે કે,ગત વર્ષે ચોમાસુ નબળું રહ્યું અને ચોમાસુ પાક નિષફળ ગયો તેમજ રવિપાક પણ ફળ્યો નહિ.તેથી હવે ગતવર્ષની મોટી આર્થિક ખોટ સરભર આ વર્ષનું ચોમાસુ સારું રહેતો તો જ શક્ય બનશે ત્યારે આગામી ચોમાસામાં આગોતરા વાવેતર માટે પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે માટે ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

- text

હળવદ ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને રજુઆત કરી હતી કે, હળવદ વિસ્તાર ખેતી આધારિત છે.પણ ખેડૂતોને ગતવર્ષે ચોમાસુ નબળું રહેતા મોટી આર્થિક ખોટ સહન કરવી પડી હતી. ગતવર્ષે ચોમાસુ ઘણું નબળું રહેતા ખેડૂતોનો મોટાભાગનો પાક નિષફળ ગયો હતો.તેથી ખેડૂતોએ રવીપાક પર આશા સેવી હતી.પણ સિંચાઇની વ્યવસ્થા ન થતા રવીપાક ખોટ સરભર કરશે એવી ખેડૂતોની આશા ઠગારી નીવડી હતી.હવે ચોમાસા સિવાય આધાર રાખવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.તેથી ચોમાસુ સારું રહે અને વીજળી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તો ખેડૂતો આર્થિક ખોટ સરભર કરીને ખેતીમાં યોગ્ય નફો મેળવી શકશે.ચોમાસુ નજીક છે.તેથી ખેડૂતો ચોમાસાના આગોતરા વાવેતર માટે તૈયારી કરી રહ્યા છે.તેથી આ ખેડૂતોને વીજળી પૂરતા પ્રમાણમાં આપવાની માંગ કરી છે.

- text