મોરબી પાલિકાના બે મહિલા હોદ્દેદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી, મામલો પોલીસ મથકે પહોંચ્યો

- text


 ઉપપ્રમુખ બેફામ વાણી વિલાસ કરીને મારવા માટે દોડયા હોવાના આક્ષેપ સાથે ગેરેજ કમિટીના ચેરમેને એ ડિવિઝનમાં અરજી કરી

મોરબી : મોરબી પાલિકાના બે મહિલા પદાધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ સંદર્ભે ગેરેજ કમિટીના ચેરમેને એ ડિવિઝન પોલીસમા અરજી કરી છે કે ઉપપ્રમુખ બેફામ વાણી વિલાસ કરીને તેમને મારવા માટે દોડયા હતા.

મોરબી પાલિકા પ્રમુખ કેતનભાઇ વિલપરાની ચેમ્બરમાં ગઈકાલે ઉપપ્રમુખ એમણાબેન મોવર તેમજ ગેરેજ કમિટીના ચેરમેન ભાનુબેન નગવાડીયા બેઠા હતા તે દરમિયાન તેઓની વચ્ચે થઈ રહેલી પાલિકાના હંગામી કર્મચારીઓ અંગેની ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સામાન્ય બોલાચાલી બાદ વાત વણસી જતા બેફામ વાણીવિલાસ શરૂ થયો હતો.

- text

આ બનાવ બાદ ગેરેજ કમિટીના ચેરમેન ભાનુબેન નગવાડીયા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે પાલિકા કચેરીમાં તેઓને ઉપપ્રમુખ એમણાબેને ગાળો દીધી હતી. ઉપરાંત મારવા માટે પણ દોડયા હતા. આ અરજીના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

- text