મોરબી : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ

- text


મોરબી : મોરબીના માળીયા(મી.)માં સત્ય સાંઈ સ્કૂલની બાજુમાં, પીપળીયા ચાર રસ્તા પાસે આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI)માં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચુકી છે.

મોરબી જિલ્લાના માળીયા(મી.) ખાતે આવેલી ITIમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. આ ITIમાં તજજ્ઞો તથા અનુભવી ઇન્સ્ટ્રક્ટરો દ્વારા કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર તાલીમ આપવામાં આવે છે. આ ITIમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની 48, ફીટરની 20, વાયરમેનની 40, સ્યુઈન્ગ ટેકનોલોજીની 20, વેન્ડરની 20 તથા ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની 40 ભરવાપાત્ર બેઠકો છે. ઉપરાંત આ ITIમાં લીડરશીપ, ટીમવર્ક, મોટિવેશન, કોમ્યુનિકેશન સ્કીલ જેવી સોફ્ટસ્કીલની પણ તાલીમ આપવામાં આવે છે તથા વિદ્યાર્થીઓને પ્રેકટીકલ જ્ઞાન મળે તે માટે સમયાંતરે ઔદ્યોગિક મુલાકાત અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.

- text

આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવા માટે http:itiaddmission.gujarat.gov.in વેબસાઇટનો ઉપયોગ કરવા જણાવાયું છે. આ ઉપરાંત ITI, પીપળીયા ચાર રસ્તા ખાતે પણ ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી તથા પ્રવેશ ફોર્મ ભરવા માટે એસ.જે. ઘોડાસરા (9773098515) અને ડી.વાય. કંઝારિયા(7990184869)નો સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text