મોરબીના શનાળા અને અમરેલી ગામમાં વહીવટદાર નિયુક્ત કરાયા

- text


મોરબી : સરકાર દ્વારા વર્ષ 2015માં ત્રણ ગ્રામ પંચાયતોનો સમાવેશ મોરબી પાલિકાની હદમાં કરવામાં આવ્યો હતો. જોકે પાછળથી મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં નહીં આવતા શકત શનાળા ગામના લોકો દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. શકત સનાળા અને અમરેલી ગ્રામપંચાયતને છેલ્લા ઘણા વર્ષોથી પાલિકાની હદમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જો કે આ બંને પંચાયતની છેલ્લી બોડીનું અસ્તિત્વ પૂરું થઈ ગયું હોવાથી બંને પંચાયત ઘણા વખતથી ધણીધોરી વગરની હતી. આથી આ બંને ગામના લોકોને નાના-મોટા કામ માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. મોરબી પાલિકાની હદમાં થોડા વર્ષો પહેલા સમાવવામાં આવેલા શકત સનાળા અને અમરેલી ગામની પાલિકાની હદમાંથી બાદબાકી કરી નાખવામાં આવતા અને સરકારમાં તેની જાણ કરવામાં આવી હોવાથી હાલમાં બંને ગ્રામ પંચાયત ફરી પાછી કાર્યરત કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની આ બંને સંસ્થાઓમાં ચૂંટાયેલી પાંખ ન હોવાથી ગ્રામજનોએ નાના-મોટા કામ માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આથી ગ્રામ પંચાયતના લાઈટ પાણી સહિતની સર્વિસના બિલના ચૂકવણી સહિતની બાબતો માટે બંને ગ્રામ પંચાયતોમાં હાલમાં વહીવટી અધિકારીઓને મુકી દેવામાં આવ્યા છે. સાથોસાથ ચૂંટણી માટે સરકારમાં કવાયત પણ હાથ ધરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે એક સાથે બંને ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાશે તેવુ આધિકારિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે અને વહીવટી કાર્ય સરળતાથી કરી શકાય તે માટે શકત શનાળા અને અમરેલી ગ્રામ પંચાયતમાં હાલમાં વહીવટદારોને નીમવામાં આવ્યા છે. જેમાં સકત શનાળા ગામના વહીવટદાર તરીકે વિપુલભાઈ જીવાણી અને અમરેલી ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે બી.એસ સુવેરાને મૂકવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016ના ફેબ્રુઆરી મહિનામાં શનાળા ગ્રામ પંચાયતની છેલ્લી બોડીની મુદત પૂરી થઈ ગઈ હોય અને અમરેલી ગ્રામ પંચાયતની મુદત પણ તે જ સમયગાળામાં પૂરી થઈ હતી ત્યારથી આ બંને ગામમાં કોઈ વહીવટદારો ન હતા. જેથી લાઈટ બિલ, પાણીના બિલ વગેરે સંસ્થાકીય કામો માટે ના લાખો રૂપિયાના બીલો ગ્રામપંચાયતના એકાઉન્ટમાં બેલેન્સ હોવા છતાં ચૂકવી શકાતા ન હતા. જોકે હવે વહીવટદાર મુકી દેવામાં આવ્યા હોવાથી લોકોની કાયમી હાડમારીનો થોડા સમયમાં અંત આવશે તેવું જાણવા મળ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text