મોરબી : ઇલેક્ટ્રિક બિલ ભરવામાં ગ્રાહકોને પડતી મુશ્કેલી અંગે રજુઆત

- text


ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પણ જાગૃત નાગરિકે પીઆઈને કરી રજુઆત

મોરબી : મોરબીના જાગૃત નાગરિક જીતેન્દ્ર ઠક્કરે ઇલેક્ટ્રિક બિલ ભરવામાં ગ્રાહકોને થતી મુશ્કેલી નિવારવા તેમજ ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો અપાવવા જાહેર હીત માટે અરજી કરી છે.

જીતેન્દ્ર ઠક્કરના જણાવ્યાનુસાર નહેરુ ગેટ પાછળ, શાકમાર્કેટ પાસે આવેલા ઇલેક્ટ્રિક બિલ કલેક્શન સેન્ટરમાં બીલ ભરવા આવતા ગ્રાહકો પાસેથી ત્યાંના કેશિયર રાઉન્ડ ફિગર રકમનું બીલ ભરવા માટે જ આગ્રહ રાખે છે. આ પ્રકારની પદ્ધતિને કારણે ગ્રાહકોને બીલમાં જમા-ઉધારની રકમ સમજવામાં અને એ જાળવી રાખવામાં અસમંજસની સ્થિતિ ઉભી થાય છે. આ ઉપરાંત આ પદ્ધતિને કારણે સરકારી મુદ્રાની અવહેલના થાય છે. આવી તઘલખી કાર્ય પધ્ધતિ બંધારણના મૂળભૂત નાગરિક અધિકારોનું હનન કરે છે. આ બાબતે યોગ્ય કરવા જીતેન્દ્ર ઠક્કરે જણાવ્યું છે.

- text

આ ઉપરાંત મોરબી એ.ડીવીના પી.આઈ. ચૌધરીને જીતેન્દ્ર ઠક્કરે એક અરજીમાં જણાવ્યું છે કે મોરબીમાં પિક અવર્સ દરમ્યાન તેમજ સવારે 8 થી 12 અને સાંજે 5 થી 8:30 દરમ્યાન ટ્રાફિકની ખૂબ સમસ્યા ઉદભવે છે. જે મોટે ભાગે વનવેના નિયમોની યોગ્ય અમલવારી, આડેધડ પાર્કિંગ તેમજ દુકાનદારો દ્વારા ફૂટપાથ રોકીને આડેધડ કરતા દબાણોને કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે. આ બાબતે ટ્રાફિક શાખા દ્વારા યોગ્ય કાર્યવાહી કરી માથાનો દુઃખાવા રૂપ બની ગયેલી ટ્રાફિકની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા ઠક્કરે માંગણી કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text