મોરબી : સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબીના રાજપર ગામે ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારની સગીરાને હવસનો શિકાર બનાવીને ચાર માસનો ગર્ભ રાખી દીધાના પ્રકરણમાં તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રાજપર ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અને ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારની સગીર વયની પુત્રીની એકલતાનો લાભ લઈને આરોપી રમેશભાઈ પુનાજીભાઈ ડામોર ઉ. વ. 25 એ વારંવાર દુષ્કર્મ આચરીને ચાર માસનો ગર્ભ રાખી દીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ તાલુકા પોલીસે આરોપી રમેશ ડામોરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text