વાંકાનેરમાં કચરો નાખવા બાબતે સાસુ, વહુને પાડોશીએ ધમકી આપી

- text


વાંકાનેર : વાંકાનેરમાં ખુલ્લા પ્લોટમાં કચરો નાખવા બાબતે સાસુ અને વહુને પાડોશીએ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર પોલીસ પાસેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હફીજાબેન રજાકભાઈ બેલીમ ઉ.વ.60એ તે જ વિસ્તારમાં રહેતા ઇરફાનભાઈ હનીફભાઈ બ્લોચ અને રુબીનાબેન સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પુત્રવધુ અલતાનાબેનએ પોતાના મકાનની બાજુના ખુલ્લા પ્લોટમાં કચરો નાખતા આ બાબતે આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપીને સાસુ અને વહુને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text