મારી કાર સામે કેમ જુએ છે તેમ કહી યુવાનને બેલ્ટથી લમધાર્યો

- text


મોરબી : મોરબીમાં કાર સામે જોવા મામલે યુવાનને ત્રણ શખ્સોએ કમરે બઢવાના બેલ્ટથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર આવેલ મીરાપાર્કમાં રહેતા પ્રદ્યુમનસિંહ ઉફે પદુભા ખોડુંભા રાણા ઉ.વ.46એ મોરબીના મકરાણી વાસમાં રહેતા ઇસ્માઇલ યારમહમદ બ્લોચ, તોફિક રફીકભાઈ અને મુસ્તાક સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગતતા.30ના રોજ ગ્રીનચોક પાસેના ભવાનીચોક પાસે હતા.ત્યારે આરોપીઓએ તું મારી કાર સામે કેમ જુએ છે તેમ કહી તેમને કમરે બાંધવાના બેલ્ટથી માર માર્યો હતો.એટલું જ નહીં આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં એ ડિવિઝન પોલીસે તેમની ફરિયાદ પરથી ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text