મોરબીના ડો. જયેશ સનારીયા આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સમાં સંશોધન પોસ્ટર રજુ કરશે

- text


મોરબી : સમગ્ર વિશ્વ ના ચામડીના રોગોના નિષ્ણાંત તબિબો (ડર્મેટોલોજીસ્ટ્સ)ની ૨૪ મી વિશ્વ કક્ષાની કોન્ફોરન્સ આગામી તા.૧૦-૧૫ જુન ૨૦૧૯ દરમિયાન ઈટાલીના મિલાન શહેરમા યોજનાર છે. જે કોન્ફોરન્સ દર ૪ વર્ષે યુરોપ મા યોજાય છે. પ્રવર્તમાન વર્ષે યોજાનાર આ વિશ્વ કક્ષાની કોન્ફોરન્સ મા ૮૦ થી વધુ દેશોના નામાંકીત ૨૫૦૦૦ થી વધુ ચામડીના રોગના નિષ્ણાંત તબિબો ઉપસ્થિત રહેશે. ત્યારે આ WCD (World Congress of Dermatology) કોન્ફોરન્સમા મોરબીના સ્પર્શ ક્લીનીક વાળા પ્રખ્યાત ડર્મેટોલોજીસ્ટ ડો. જયેશ સનારીયા પોતાના બે સંશોધન પોસ્ટર રજુ કરશે.

જેમાનુ એક બહુ જુજ કહી શકાય તેવો સ્ટર્જ વેબર સિન્ડ્રોમ કેશ પરનુ સંશોધન અને બીજુ સાયક્લોસ્પોરીન નામની દવાનો એસ.જે. સિન્ડ્રોમ નામના રોગ પર ના ઉપયોગ અંગેની માહીતી વિશેનુ સંશોધન રજુ કરશે.વિશ્વ કક્ષા એ મોરબીના તબિબના સંશોધનો પસંદગી પામ્યા છે. જે બાબત સમગ્ર મોરબી તેમજ ગુજરાતને ગૌરવ અપાવનારી છે. ડો. જયેશ સનારીયાએ મોરબી શહેરમા રહી વૈશ્વીક કક્ષાની સિધ્ધી હાંસલ કરી છે.તે બદલ સમગ્ર ગુજરાતના તબિબો, પરિવારજનો, મિત્રો તેમજ શુભચિંતકો દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. જયેશ સનારીયાની સ્પર્શ ક્લીનીકને વર્ષ ૨૦૧૫-૧૬ મા ગુજરાત આઈ.એમ.એ. દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ ક્લીનીક એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો. વર્ષ ૨૦૧૭ મા મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિક એવોર્ડ તેમજ ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ એનાયત કરવા મા આવ્યો હતો. પ્રવર્તમાન વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના સંશોધનો પસંદગી પામતા સમગ્ર વિશ્વ મા મોરબી શહેર પ્રશંસાને પાત્ર બન્યુ છે. તેમની આ સિધ્ધી બદલ ચોમેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

- text