મોરબી : ASP અક્ષયરાજ મકવાણાએ જન્મદિવસ અને લગ્નવર્ષગાંઠની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી : મોરબી જીલ્લાના ASP અને હોનહાર આઈપીએસ અક્ષયરાજ મકવાણાનો આજે જન્મદિવસ છે. જન્મદિવસ સાથે આજે તેમની લગ્ન વર્ષગાંઠ પણ છે. ત્યારે તેઓએ અમદાવાદ ખાતે વૃધ્ધાશ્રમ અને અનાથ આશ્રમની બાળાઓને જમાડી તેમની સાથે પ્રેરણાદાયી ઉજવણી કરી.

મોરબી જીલ્લામા હાલ ઈન્ચાર્જ એસપી અને પ્રોબેશનલ આઈપીએસ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ અમદાવાદ ઝોન ૦૫ ડીસીપી તરીકે ફરજ બજાવી રહેલા અક્ષયરાજ મકવાણાનો આજે જન્મદિવસ છે. આજે જન્મ દિવસ નિમિત્તે પરિવારજનો અને મિત્રવર્તુળોમાંથી તેઓ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.તેઓને વૃધ્ધાશ્રમ અને અનાથ આશ્રમની બાળાઓ સાથે પ્રેરક ઉજવણી કરવી અત્યંત ગમતું હતું

IPS અક્ષયરાજ મકવાણા આજના યુવાનનો માટે પ્રેરણા રૂપ છે. આઈપીએસ અક્ષયરાજ મકવાણા ના પિતા ભીમજીભાઈ મંગાભાઈ મકવાણા એક નિવૃત બેન્ક કર્મચારી છે. જ્યારે માતૃશ્રી કમલાબહેન ગૃહીણી છે અને બે બહેનો મા વચ્ચેના એક લાડકા ભાઈ અક્ષયરાજ છે. તેઓએ પોતાના જીવન ના શિક્ષણ ની શરૂઆત રાજકોટ ખાતેની સેન્ટ મેરી સ્કુલ થી કરી હતી ભણવામા અત્યંત તજજ્ઞ અને સ્વભાવ મા અત્યંત પ્રભાવશાળી કોમળ તેમજ સ્પષ્ટ વક્તા એવા અક્ષયરાજ જોત જોતા મા સાયન્સ પ્રવાહમા સારા માર્કસ સાથે ઉતીર્ણ થયા બાદ અમદાવાદ ખાતે નિરમા યુનિવર્સીટી મા ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ તેમજ એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમા માસ્ટર ડીગ્રી સાથે પાવર સીસ્ટમ માં એન્જીનીયરીંગ પુર્ણ કર્યુ હતુ.

બંન્ને ડીગ્રીઓમાં સારા ગ્રેડ સાથે ઉતીર્ણ થયા બાદ તેના મુળ વતન રાજકોટ માં જ ગવર્મેન્ટ પોલીટેકનીક કૉલેજ મા લેકચરર તરીકે પ્રશંશનીય નોકરી કરતાની સાથે વૃધ્ધો, અનાથ બાળકોને પણ તેઓ સમય આપી અને જરૂરીયાતો પુરી પાડી માનવતા મહેકાવતા હતા આ બાદ તેઓએ પોતાના લક્ષ્ય તરફ મીટ માંડી હતી અને સીવીલ સર્વીસ ની પરિક્ષા વર્ષ ૨૦૧૩મા પાસ કરી આઈપીએસ તરીકે પસંદગી પામ્યા હતા. બાદમા તેઓની ટ્રેનીંગ પુરી થતા 22 ડીસેમ્બર ૨૦૧૪ના રોજ પ્રથમ ગુજરાતના ગોધરા ખાતે પ્રોબેશનલ આઈપીએસ તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યુ હતુ બાદમાં મોરબી, દીયોદર, રાજપીપળા ને સારી કામગીરી ને ધ્યાને લઈ ફરી વખત મોરબીમાં એએસપી તરીકે મુક્યા છે જેમા દીયોદર મા એએસપી દરમ્યાન ની તેમની કામગીરી પણ કાબીલેદાદ હતી.

- text

બનાસકાંઠા માં આવેલ વિનાશકારી પુરની અત્યંત વિકટ પરિસ્થીતીઓમાં તે દીયોદર જીલ્લામાં એએસપી તરીકે મહત્વની ભુમીકામાં હતા આ સમયગાળા માં પણ તેઓએ અનેક રેસક્યુ ઓપરેશન હાથ ધરી અસંખ્ય લોકો ના જીવ બચાવ્યા હતા ,આ ઉપરાંત દિયોદર ના દાતા તાલુકામાંથી બે આદીવાસી બાળકીઓ ને શીહોરી માં વેચી નાખવામા આવેલ હતી તે બંન્ને બાળકીઓ ને ચોવીસ કલાક માં શોધી તેની માતા ને સોંપી માનવતા નુ ઉત્તમ ઉદાહણ પુરૂ પાડી પોલીસ વન ઓફ રીયલ હીરો ના કથન ને સત્ય સાબીત કર્યુ હતુ

આજે મોરબી જીલ્લા માં ફરજ બજાવી ચૂકેલા અને હાલ અમદાવાદમાં ડીસીપી તરીકે ફરજ બાજવી રહેલા આઈપીએસ એવા અક્ષયરાજ મકવાણાના જન્મદિવસ ની સાથે સાથે તેની લગ્ન ની વર્ષગાંઠ પણ છે  આજના દિવસે તેણે સ્વાતીબહેન સાથે પ્રભુતા માં પગલા માંડ્યા હતા અને આજે તેઓ રેણુ અને જીલ નામની બે પરીઓના પિતા પણ છે.આજનો દિવસ તેના માટે જન્મદિવસ અને દામ્પત્ય જીવન ની શરૂઆત બંન્ને હોવાથી આજે અક્ષયરાજ મકવાણા ને પોતાના પરિવારજનો અને મિત્ર વર્તુળોમાંથી શુભચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે જો કે અક્ષયરાજ મકવાણા નુ જીવન યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી છે હાલ તેઓ મોરબી થી અમદાવાદ ટ્રાફીક ડીસીપી અને બાદ માં ઝોન ડીસીપી તરીકે પોતાની સેવા આપી રહયા છે જો કે મોરબીવાસીઓ અક્ષયરાજ મકવાણા ને હજુ પણ દિલથી યાદ કરે છે.

- text