મોરબી શું ઈચ્છે છે? : મોરબી અપડેટ દ્વારા મોરબીની ઈચ્છાઓ જણાવતો વિશેષ શો, મોરબી વોન્ટ્સ

- text


મોરબી શહેરને શુ જોઈએ છે તે વિશેના વિવિધ ક્ષેત્રે જોડાયેલા ૧૫૦ નામાંકિત લોકોના પ્રતિભાવો તબક્કાવાર મોરબી રેડિયો, એફબી અને યુટ્યુબના માધ્યમ ઉપર જાહેર કરાશે

કાલે 21 મે સવારે 10 વાગ્યે મોરબી રેડિયો ઉપર અને 11 વાગ્યે મોરબી અપડેટના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ પર મોરબીના શિક્ષકો મોરબી માટે શું ઈચ્છે છે તેનો એપિસોડ રિલીઝ થશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા મોરબી ‘શું ઈચ્છે છે?’ના કેમ્પઈન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી અપડેટ અને મોરબી રેડિયો ઉપર મોરબીની ઈચ્છાઓ જણાવતો વિશેષ શો “મોરબી વોન્ટ્સ” શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં વિવિધ ક્ષેત્રે જોડાયેલા ૧૫૦ નામાંકિત લોકોના મોરબીને શુ જોઈએ છે તે અંગેના પ્રતિભાવોની સિરિઝના એપિસોડ તબક્કાવાર મોરબી રેડિયો તેમજ મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને યુટ્યુબ ઉપર પ્રસારિત કરવામા આવશે.

થોડા વર્ષો પૂર્વે જ તાલુકામાંથી જિલ્લો બનેલું મોરબી હજુ વિકાસ ઝંખી રહ્યું છે. ઉપરાંત મોરબી શહેર સીરામીક ઉદ્યોગના કારણે દેશ- વિદેશમાં ખ્યાતિ ધરાવે છે. ત્યારે આવા ખ્યાતનામ શહેરને હજુ શું શું જોઈએ છે તે જાણવું ખૂબ રોમાંચિત રહેશે. આવી વિચારધારા સાથે મોરબીના લોકો શું ઈચ્છે છે. તેમના સપનાનું મોરબી કેવું છે તે જાહેર જનતા જાણી શકે તેમજ તંત્ર પણ જાણે તેવા આશયથી મોરબી અપડેટ દ્વારા મોરબી ‘શુ ઈચ્છે છે?’ના કેમ્પઈનના ભાગ રૂપે મોરબીની ઈચ્છાઓ જણાવતો વિશેષ શો “મોરબી વોન્ટ્સ” શરૂ કરવામાં આવી રહ્યો છે.

- text

આ કેમ્પઈનમાં વિવિધ ક્ષેત્રે જોડાયેલા જેવા કે વેપારીઓ, ઉદ્યોગકારો, વકીલો, કલાકારો, તબીબો સહિતના ૧૫૦ નામાંકિત મોરબીવાસીઓના ઈન્ટરવ્યુ લઈને તેમના પ્રતિભાવો જાણીને મોરબી અપડેટ તેનો અવાજ બનીને તેને જાહેર કરશે. આ ઈન્ટરવ્યુની સિરીઝ તૈયાર કરીને તબક્કાવાર રીતે સમાન વ્યવસાયિકોના ૧૦ જેટલા ઈન્ટરવ્યુનો એક એપિસોડ બનાવીને મોરબી રેડિયો તેમજ મોરબી અપડેટના ફેસબુક પેઈજ અને યુટ્યુબના માધ્યમ ઉપર પ્રસારિત કરવામાં આવશે.

મોરબી શુ ઈચ્છે છે. તે જાણવું એક રોમાંચ ભર્યું હશે. તો આવતીકાલથી પ્રસારિત થનારા મોરબી વોન્ટ્સની સિરિઝના એક પણ એપિસોડને નિહાળવાનું ચૂકશો નહિ. મોરબી અપડેટના આ કેમ્પઇનમાં મેઈન સ્પોન્સર વીઆન્સ ઇલેક્ટ્રોનિકસ- મોરબી તેમજ કો- સ્પોન્સર તરીકે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ-મોરબી અને સર્વોપરી શૈક્ષણિક સંકુલ – મોરબી જોડાયા છે.

મોરબી વોન્ટ્સ સિરિઝના અલગ અલગ ક્ષેત્રના એપિસોડ તારીખ 21મેં મંગળવારથી એકાતરા રિલીઝ થશે. જેમાં આ એપિસોડ પ્રથમ સવારે 10 વાગ્યે મોરબી રેડિયો પર પ્રસારિત થશે. અને 11 વાગ્યે મોરબી અપડેટના ફેસબુક પેજ અને યૂટ્યૂબ પર પ્રસારિત કરવામાં આવશે.

મોરબી અપડેટના ફેસબુક પેજ, યૂટ્યૂબ ચેનલ અને મોરબી રેડિયોની લિંક નીચે આપવામાં આવેલ છે. તો જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે..

મોરબી રેડિયો : http://morbiupdate.com/radio/

ફેસબુક : https://www.facebook.com/morbiupdate/

યૂટ્યૂબ : https://www.youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text