મોરબી: યુવા શહીદ ગ્રંથ પુસ્તક ભુજની જેલની લાઇબ્રેરીમાં વિતરણ

- text


મોરબી : મોરબીમાં સતત ક્રાંતિકારીના વિચારો લોકો સમક્ષ પહોંચાડવા કાર્ય કરતી ક્રાંતિકારી સેના દ્વારા ગુજરાતની ખાસ જેલ પાલારા જેલ-ભુજમાં યુવા શહીદ ગ્રંથ પુસ્તક આપવામાં આવ્યું હતું.

આ તકે ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે જણાવ્યું હતું કે પાલારા જેલનું નિર્માણ ૨૦૦૬ માં કરવામાં આવ્યુ અને જેલમાં ૨૦૦૯ માં ૬૮૦ પુસ્તકો સાથે લાઈબ્રેરી શરૂ થય હતી. પણ આજે લાઇબ્રેરીમાં ૭૦૦૦થી વધુ પુસ્તકો અને ૨૦૦થી વધારે કેદી વાચકો છે અને ભુજની પાલારા જેલમાં કાર્યકર આ લાઇબ્રેરીએ અનેક કેદીઓની જીવન સુધારવામાં મદદ કરી છે આ જેલમાં ક્રાંતિકારી સેના દ્વારા યુવા શહીદ ગ્રંથ પુસ્તક પાલારા જેલમાં આપવામાં આવ્યું હતુ. અને આ પુસ્તકના વાંચનથી કેદીઓમાં સુધારો આવશે અને દેશભક્તિના વિચારો જાગશે તેમ અંતમાં કહ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text