માળિયા (મી.)માં રમજાન માસમાં વિજ ધાંધીયાથી રોષ

- text


માળીયા (મી.) : હાલમાં મુસ્લિમ બીરાદરોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે ગરમીનુ પ્રમાણ પણ બહુ વધુ છે.આવા સંજોગોમાં રમજાન માસ દરમિયાન પણ વિજ ધાંધીયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વહેલી સવારે ૪:૦૦ વાગ્યા બાદ પવિત્ર માસનુ રોજુ રાખવામાં આવે છે. જયારે રાત્રે ત્રણ વાગ્યા આસપાસ અચાનક માળિયા શહેરમાં લાઇટ ગુલ થઈ જાય છે. આ બાબતે માળિયાના સામાજિક કાર્યરતા ઓસમાણભાઇ જેડાએ જણાવ્યુ હતુ કે રમજાન મુબારકના પવિત્ર માસમાં આવી રીતે અચાનક લાઇટ ગુલ થઈ જાય છે. ત્યારે ઇલે.સિટી ઓફિસનો ફોન પર સંપર્ક કરતા સામેથી કોઈ જવાબ મળતો નથી. જો આ રીતે ઇલે.સિટી.બોર્ડ પોતાની મનધડંત નીતિ રીતિ ચલાવ્યા રાખશે અને સત્વરે આ સમસ્યા હલ નહી થાય તો માળિયા શહેરની જનતાને સાથે રાખી ઇલે.સિટી.બોર્ડની ઓફિસ પર ગાંધી ચીંધ્યા માર્ગે ના છુટકે આંદોલન કરવાની ફરજ પડશે એવું એક યાદીમાં જણાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text