મોરબી : તું મને ફોન કેમ નથી કરતી તેમ કહી યુવતીના પરિવાર પર હુમલો

- text


યુવતીના પિતાએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના લીલાપર ગામે રહેતી યુવતીને મને ફોન કેમ કરતી નથી તેમ કહીને ત્રણ શખ્સોએ તેના પરિવાર પર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લીલાપર ગામે આવેલ પ્રકાશનગરમાં રહેતા દિપકભાઇ ખેગારભાઈ પરમાર ઉ.વ.42એ લીલાપર ગામે જ રહેતા લાલો દેવશીભાઈ કોળી અને બે અજાણ્યા શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે સાંજના સમયે તેમની પુત્રી લીલાપર રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી આવતી હતી.એ સમયે આરોપી લાલો દેવશીભાઈ કોલીએ ત્યાં આવી તું હવે મને કેમ ફોન કરતી નથી તેમ કહેતા આ બાબતે તેણીએ તેના પિતાને આ વાત કહી હતી.આથી આ બાબતે ફરિયાદ કરવા જતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદીને ઘર પાસે જઈને ઝઘડો કરીને તેમની પર છુંટો છરીનો ધા કર્યો હતો.તેમજ નળીયાના છુટા ધા કરતા રંજનબેનને ઇજા થઇ હતી અને ફરિયાદીને જાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text