મોરબીમાં ૧૧મીએ આર્ટ એક્ઝિબિશન અને ઓપન માઇક શો

- text


આર્ટ વિઝન ગ્રુપનું સરાહનીય આયોજન : પેઇન્ટિંગ અને સ્કેચ આર્ટિસ્ટની કૃતિઓનું અદભુત પ્રદર્શન યોજાશે : ઓપન માઈકમાં પોઇટ્રી, સ્ટોરી ટેલિંગ, સ્ટેન્ડઅપ કૉમેડી, સિગિંગ અને કોઈ પણ મ્યુઝીક ઇન્સ્ટ્રુમેન્ટની કૃતિ રજૂ કરી શકાશે

મોરબી : મોરબીમાં આર્ટ વિઝન ગ્રૂપ દ્વારા આગામી તા. ૧૧ના રોજ ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા આર્ટ એક્ઝિબિશન અને ઓપન માઇક શો યોજાશે. એક્ઝિબિશનમા પેઇન્ટિંગ અને સ્કેચ આર્ટિસ્ટની કૃતિઓનું અદભુત પ્રદર્શન કરાશે. સાથો સાથ ઓપન માઇક શોમાં પોઇટ્રી, સ્ટોરી ટેલિંગ, સ્ટેન્ડઅપ કૉમેડી, સિગિંગ અને કોઈ પણ મ્યુઝીક ઇન્સ્ટ્રુમેન્ટની વિવિધ કૃતિઓ રજૂ કરી શકાશે.

મોરબીના યુવાનોમાં જે કળા છે તેને બહાર લાવીને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી આર્ટ વિઝન મોરબી ગ્રુપ દ્વારા ‘મોરબી અપડેટ’ અને યંગ ઇન્ડિયા ગ્રૂપના સહયોગથી મોરબીના આંગણે આર્ટ એક્ઝિબિશન અને ઓપન માઇક શોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
આર્ટ વિઝન ગ્રૂપના ફાઉન્ડર મોરબીના જ યુવાનો છે. જેમાં મિત રવેશીયા, રાજ દંગી, પ્રયાગ દવે,ક્રિષ્ના રૂપાલા તેમજ કો ફાઉન્ડરમા ટ્વિનકલ શાહ અને કલગી કરથિયા તેમજ કો ઑર્ગનીઝર્સમાં સિલ્વા કામરીયા,નેહા વાગડીયા અને એક્તા ભિમાની છે.

આર્ટ એક્ઝિબિશન અને ઓપન માઇક શોનો કાર્યક્રમ તા. ૧૧ના રોજ લોહાણા બોર્ડિંગ ખાતે રાખવામાં આવ્યો છે. આર્ટ એક્ઝિબિશન બપોરે ૪:૩૦ કલાકે યોજાશે. જેમાં મોરબીના જ સર્વશ્રેષ્ઠ પેઇન્ટિંગ આર્ટિસ્ટ અને સ્કેચ આર્ટિસ્ટની કૃતિઓનું નોન કોમર્શિયલ પ્રદર્શન યોજવાનું છે. ત્યારબાદ સાંજે ૬ કલાકે ઓપન માઇક શો યોજાશે. જેમાં પોઇટ્રી, સ્ટોરી ટેલિંગ, સ્ટેન્ડઅપ કૉમેડી,લાઈવ સિગિંગ,લાઈવ બેન્ડ,રૅપ આર્ટિસ્ટ,ગિટાર આર્ટિસ્ટ, ફ્લુટ આર્ટિસ્ટ તેમજ તમામ પ્રકારના મ્યુઝિક આર્ટિસ્ટ ભાગ લઈને પોતાની કળાને લોકો સમક્ષ મૂકી શકશે. કાર્યક્રમ અંગેની કોઈ પણ માહિતી માટે મો.નં. 87350 87101 ઇપર સંપર્ક કરવા જણાવાયું છે. ઉપરાંત લિમિટેડ સ્પર્ધકો જ લેવાના હોવાથી વહેલી તકે રજિસ્ટ્રેશન કરવા આયોજકોએ જણાવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text