માળીયાની આગણવાડીમાં લોલમલોલ કામગીરી કરનાર વર્કર સસ્પેન્ડ

- text


અગાઉ અનેક નોટિસો આપવા છતાં કામગીરી ન સુધરતા આઇ.સી.ડી.એસ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું

મોરબી : માળીયા મિયાણાની આગણવાડીમાં મહિલા વર્કર ગેરરીતિ કરીને લોલમલોલ કામગીરી કરતા હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ આઇ સી.ડી.એસ વિભાગે વારંવાર ચેકિંગ કરીને નોટિસો ફટકારી હતી તેમ છતાં કામગીરીમાં કોઈ સુધારો ન થતા આખરે ફરજમાં બેદરકારી બદલ આઇ સી ડી એસ વિભાગે આ મહિલા વર્કરને સસ્પેન્ડ કરી દીધા હતા .

માળીયા નગરપાલિકાના કાઉન્સિલર અમીનભાઈ ભટ્ટીએ આંગણવાડીઓનું સંચાલન કરતા આઇ.સી.ડી.એસ.વિભાગના પોગ્રામ ઓફિસરને અગાઉ લેખિત ફરિયાદ કરી હતી કે, માળીયા મિયાણા કોડ નંબર 2માં આવેલી આંગણવાડીમાં વર્કર તરીકે કામ કરતા જ્ઞાનબા ભીખુભા વાઘેલા લોલમલોલ કામગીરી કરીને ભંષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ કર્યો હતો.આ ફરિયાદના આધારે તાત્કાલિક આઇ.સી.ડી.એસ.વિભાગના પોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણએ આ આંગણવાડીમાં ચેકિંગ હાથ ધર્યું હતું.તે દરમ્યાન મહિલા વર્કરની અનેક બેદરકારી અને ગેરરીતિઓ બહાર આવી હતી.જેમાં હાજરી પત્રકમાં ખોટી હાજરી દર્શાવી વધારાનું અનાજ ચાઉ કરી ગયાની અને સરકાર દ્વારા અપાતી વિવિધ કિતનો પણ ગેરઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું હતું.આથી તે વખતે પોગ્રામ ઓફિસરે આ મહિલા વર્કરને નોટિસ ફટકારી હતી.આમ છતાં કામગીરી ન સુધરતા અંતે પોગ્રામ ઓફિસરએ મહિલા વર્કર જ્ઞાનબા ભીખુભા વાઘેલાને સસ્પેન્ડ કરી દીધા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text