મોરબીના ઉદ્યોગો માટે મધ્યમ પરમાણુ રીએક્ટરની આવશ્યકતા : ડો. નીલમ ગોયલ

- text


 

ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પરમાણુ સહેલીના નામથી જાણીતા ડો. નિલમ ગોયલનો વિશેષ સેમિનાર યોજાયો

મોરબી : મોરબીની ઓમ શાન્તિ ઈગ્લીશ મીડીયમ સીનીયર સેકન્ડરી સ્કૂલમાં પ્રિન્સીપાલ આનંદજીના માર્ગદર્શનમાં પરમાણુ સહેલીના નામથી પ્રખ્યાત ડો. નિલમ ગોયલના એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. નિલમ ગોયલે જણાવ્યું કે ગુજરાતનો પૂરો સૈારાષ્ટ્ર વિસ્તાર ઉધોગ ધંધા અને
ખેતી પ્રધાન વિસ્તાર છે.

વધુમાં તેઓએ કહ્યું કે ભારતની પાસે ૧૦ મેગાવટ થી લઈ ૨૦૦ મેગાવોટ જેવા પરમાણુ સયંત્રોની સ્થાપનાની યોજના છે. જે ક્ષેત્રીય સ્વરૂપે ઓફગ્રીડ આધાર પર પણ ફેકટરીઓ માટે આવશ્યક ઉષ્મા, ઉર્જા, વાહનો માટે ઈંધણ, પીવા માટે સ્વચ્છ પાણી તેમજ સાથે જ વિજળી માટે જરૂરી આવશ્યક પુરવઠો સતત રૂપે આપી શકાશે. આવા સયંત્રોની સ્થાપનાથી વિજળી તેમજ જરૂરી ઉષ્મા- ઉર્જા નો પ્રતિ યુનિટ ખર્ચ રપ% થી પણ ઓછો રહેશે. આવી રીતે વ્યવસ્થા મોરબી ક્ષેત્રમાં તાત્કાલીક પ્રભાવથી થવી અત્યંત જરૂરી છે.

- text

પરમાણુ સહેલીએ જણાવ્યું કે, મોરબીના ઉધોગ ધંધામાં ઉષ્મા, ઉર્જા, વિજળી તેમજ પાણી સસ્તા દરે સતત મળતુ રહે તો, મોરબી જેવા ઔધોગિક ક્ષેત્ર ફકત ભારતમાંજ નહી પરંતુ પુરા વિશ્વમાં ટાઈલ્સના વેપારમાં પોતાનું આધિપત્ય જમાવી શકશે. ભારતની આવી યોજનાઓની ઉપરોકત સમય દરમ્યાન સ્થાપના થઈ જવી અત્યંત જરૂરી છે. પરમાણુ સહેલીએ જણાવ્યું કે ભારત પરમાણુ ઉર્જાને આવી રીતેના કાર્યોમાં સ્વચ્છ અને સુરક્ષીત રીતે ઉપયોગમાં લાવી પુરા વિશ્વ સ્તરની યોગ્યતા અને ક્ષમતા રાખે છે. ભારતની પાસે ઉજનું આટલું મોટું ઈધણ છે કે કેટલીએ સદીઓ સુધી કૃષી, ઉધોગ ધંધાને તેમજ ૧૫૦ કરોડ લોકોને નિરંતર દરેક પ્રકારની ઉજ પુરી પાડી શકે છે.

સેમીનારમાં દરેક છાત્રો-છાત્રાઓ તેમજ અધ્યયાપકગણોને પરમાણુ સહેલી સાથે પ્રતિજ્ઞા લીધી કે આપણે સુરક્ષીત તેમજ સ્વચ્છ પરમાણું ઉર્જાની આ યોજનાઓને નૈતિક સમર્થન દઈને આપણા ક્ષેત્રની ઔધોગિક સમસ્યાઓને દુર કરી શકીશું.

- text