મોરબીમાં ટ્રેકટર સાથે બાઇક અથડાતા એકનું મોત

- text


 

મોરબી : મોરબીમાં ટ્રેકટર સાથે જોડાયેલા પાણીના ટાકા પાછળ બાઇક અથડાતા બાઈકસવારનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ માળીયાના સરવડ ગામે રહેતા અરજણભાઈ મહાદેવભાઈ ગતતા.2ના રોજ પોતાના જી જે.03 એફ જે 7245 નંબરના બાઇક પર મોરબીથી સરવડ જઈ રહ્યા હતા અને મોરબીના ખાખરાળા ગામની સીમમાં પસાર થઈ રહેલા જી જે 6 એ 9285 નંબરના ટ્રેકટર સાથે જોડાયેલા પાણીના ટાંકાના પાછળના ભાગે બાઇક અથડાતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નિપજયુ હતું.આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text