અમેરિકામા ચાઈનાની ટાઇલ્સ ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટીની તૈયારી : મોરબી સીરામીક માટે ઉજળી તક

- text


ચાઈનાની સીરામીક પ્રોડક્ટસ ડ્યુટીના કારણે મોંઘી બનશે, મોરબીના સીરામીક ઉદ્યોગો હવે સરળતાથી અમેરિકાનું માર્કેટ કવર કરી શકશે

મોરબી : અમેરિકામાં ચાઈનાની ટાઇલ્સ ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટી નાખવાની તૈયારી થઈ રહી છે. જે મોરબી સીરામીક ઉદ્યોગો માટે એક સારા સમાચાર કહી શકાય. કારણકે ચાઈનાની સીરામીક પ્રોડક્ટ ડ્યુટી બાદ મોંઘી થઈ જશે. જેથી મોરબીની સીરામીક પ્રોડક્ટ સરળતાથી પોતાનું માર્કેટ કવર કરી શકશે.

ચીનમાં તૈયાર થતી સીરામીક પ્રોડક્ટસની કોસ્ટ નીચી હોવાથી તેની કિમત પણ નીચી હોય છે. જેથી અમેરિકાની માર્કેટમાં ચીનની પ્રોડક્ટ ભારતની પ્રોડક્ટ કરતા ૧૦ ટકા ઓછી કિંમતે મળતી હતી. જો કે અમેરિકા અને ચીન વચ્ચે હાલ બીઝનેસ વોર જેવી સ્થિતિ છે. જેના કારણે ચીનની સીરામીક પ્રોડક્ટ ઉપર અમેરિકાએ એન્ટીડમ્પિંગ ડ્યુટી નાખવાની તૈયારી આદરી છે.

હાલ અમેરિકાએ એન્ટીડમ્પિંગ ડ્યુટી માટે સર્વેની પ્રક્રિયા પણ હાથ ધરી છે. ૫-જુલાઇ અને ૧૭-સપ્ટેમ્બરના રોજ બે જુદા જુદા સ્થાનિક એશોસીએસન દ્વારા યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સને રીપોર્ટ સબમીટ કરવામા આવશે. અને ત્યારબાદ એન્ટીડમ્પિંગ ડ્યુટી લાદવાના પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એન્ટીડમ્પિંગ ડ્યુટી ૨૦ ટકાથી પણ વધુ હોય તેવી શકયતા સેવાઈ રહી છે. આ એન્ટીડમ્પિંગ ડ્યુટીના કારણે ચીનના સીરામીક ઉદ્યોગ માટે અમેરિકાના માર્કેટના દરવાજા બંધ થઈ જવાના છે. જેનો લાભ મોરબીના સીરામીક ઉદ્યોગને મળશે.

- text

આ અંગે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે મોરબી સીરામીક ઉદ્યોગો માટે આ ખૂબ સારા સમાચાર છે. મોરબીના સીરામીક ઉદ્યોગોને આ અનેરી તક મળી છે. જેનો લાભ લેવો જ જોઈએ. વધુમાં તેઓએ ઉમેર્યું કે આગામી દિવસોમાં મોરબી સીરામીક ઉદ્યોગકારોનું એક ડેલીગેશન પણ અમેરિકા જશે. આ ડેલીગેશન સ્થાનિક ત્યાંના વેપારીઓ સાથે બીટુબી પણ કરશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text