વાંકાનેરમાં મનોઅસ્થિર તરુણી ઉપર દુષ્કર્મના કેસમાં ગર્ભપાત માટે કોર્ટમાં મંજૂરી લેવાશે

- text


સાડા તેર વર્ષની તરૂણી ઉપર બીજા કોઈએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં તેની તપાસ માટે કાઉન્સેલિંગ કરાશે

મોરબી : વાંકાનેરના એક ગામમાં સાડા તેર વર્ષની મનોસ્થિર તરૂણી ઉપર એક નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો બનાવ બન્યો હતો. આ નરાધમને પોલીસે પકડી પાડ્યો છે. વધુમાં તરૂણીનું ગર્ભપાત કરાવવા માટે કોર્ટમાંથી મંજૂરી પણ લેવામાં આવનાર છે. ઉપરાંત બીજા કોઈએ તરૂણી ઉપર દુષ્કર્મ આચર્યું છે કે નહીં તેની તપાસ માટે કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે.

વાંકાનેરના એક ગામમાં સાડા તેર વર્ષની મનોઅસ્થિર કિશોરીને તેના માતાપિતા દરરોજ નોકરીએ જતા ત્યારે સલામતી માટે બાજુમાં રહેતા એક પરિચિત કાકાના ઘરે મૂકી આવતા હતા.ત્યારે આ કાકાના ઘરે આવતા તેમના ભાણેજ સાગર રસિક ડાંગર નામના શખ્સે આ તરુણી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું બાદમાં તરુણીને ઊલટીઓ થવા માંડતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.જ્યાં આ તરુણીને ત્રણ માસનો ગર્ભ હોવાનું ખુલતા સાગર નામના હેવાનની પોલીસે ધરપકડ પણ કરી હતી.

આ કેસની વધુ વિગતો આપવા મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ આજે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે ભોગ બનેલી તરુણીના માતા પિતાની ઈચ્છા અનુસાર ગર્ભપાત કરાવવા માટે કોર્ટમાંથી મંજૂરી લેવામાં આવશે. ઉપરાંત આ તરૂણીને હજુ અન્ય કોઈ શખ્સે ભોગ બનાવી છે કે નહીં તેની તપાસ અર્થે તરૂણીનું કાઉન્સેલિંગ પણ કરાવવામાં આવશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text