મોરબીના વધુ ૪૪ સ્થળોએ ૧૫૨ સિસિટીવી કેમેરા લગાવવાનું કામ પુરજોશમાં

- text


નવા સર્વેલન્સ રૂમ પણ શરૂ કરાશે : આ તમામ સીસીટીવી કેમેરા નખવાનું કામ એક મહિનામાં પૂરું થવાની સંભાવના

મોરબી : મોરબી શહેરમાં અગાઉ ત્રણ વર્ષ પૂર્વે સીરામીક એસોના સહયોગથી 48 લોકેશન ઉપર 142 સિસિટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા. જેમાં મોરબી શહેરનો મોટાભાગનો વિસ્તાર આવરી લીધો હતો.પરંતુ હજુ વધુ જરૂરિયાત ઉભી થતા સુરક્ષાના ભાગરૂપે શહેરના વધુ ૪૪ સ્થળોએ ૧૫૨ સિસિટીવી કેમેરા લગાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. અને અદાજીત એક માસમાં આ સીસીટીવી કેમેરા નાખવાનું કામ પૂરું થશે તેવી સંભાવના છે.આ હાઈ કેમેરા મોરબી સિટીને ટચ થતા ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ઉપર નાખવામાં આવી રહ્યા છે.તીસરી આંખ ગણાતા આ સિસિટીવી કેમેરાના માધ્યમથી પોલીસ સમગ્ર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાંપતી નજર રાખશે.

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા અને કોઈ ઘટના બની જાય તો તપાસ માટે પોલીસને સીસીટીવી કેમેરા ખૂબ મદદરૂપ બનતા હોય છે.અને આ માટે તમામ નાના મોટા શહેરમાં સીસીટીવી કેમેરાની કામગીરી ચાલી રહી છે.સીરામીક સિટી મોરબીમાં જિલ્લા પોલીસ, સીરામીક ઉધોગકારો અને અન્ય દાતાઓના સહયોગથી 2015-16માં સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા હતા.અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેનું સર્વેલન્સ શરૂ કરવામાં આવયું હતું.જોકે ત્યાર બાદ પણ શહેરમાં પ્રવેશ અને એક્સીટ લોકેશન પર સીસીટીવી કેમેરાની જરૂરિયાત ઉભી થઇ છે.

- text

રાજય સરકાર દ્વારા સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ હેઠળ રાજ્યના 25 જેટલા શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે. અને તેના ભાગરૂપે મોરબીમાં પણ વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરનાં વધુ 44 લોકેશન પર વધારાના અંદાજે 152 સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લા પોલીસની સીધી દેખરેખ હેઠળ હાલ આ કામગીરી ચાલી રહી છે. શહેરના તમામ સંવેદનશીલ પર સીસીટીવી કેમેરા દ્વારા તેનું મોનીટરીંગ કરાશે અને આ 152 કેમેરા માટે અલગ સર્વેલન્સ રૂમ પણ શરૂ કરવામાં આવશે. અને ત્યાંથી આ નવા કેમેરાનું મોનીટરીંગ થશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text