મોરબીના આંગણે પ્રથમ વખત ભવ્ય ફેશન શો ધ ફેસ ઓફ ગુજરાતનું આયોજન

- text


મોડેલિંગ ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા લોકોને મળશે મોટું પ્લેટફોર્મ : મિસ્ટર, મિસ, મિસિસ, કિડ્સ, મી એન્ડ મોમની કેટેગરીમાં યોજાશે ઇવેન્ટ : ૫ મેના રોજ ઓડિશન, ૧૭મેના રોજ ગ્રાન્ડ ફીનાલે

મોરબી : મોરબીના આંગણે સૌપ્રથમ વખત ભવ્ય ફેશન શો ધ ‘ફેસ ઓફ ગુજરાત’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશન શોમાં મોડેલિંગ ક્ષેત્રે આગળ વધવા ઇચ્છુક લોકોને મોટું પ્લેટફોર્મ મળવાનું છે. ફેશન શોમાં મિસ્ટર, મિસ, મિસિસ, કિડ્સ, મી એન્ડ મોમની કેટેગરી રાખવામાં આવી છે. આગામી ૫મીએ ઓડિશન રાઉન્ડ તેમજ ૧૭મેએ ગ્રાન્ડ ફીનાલે રાખવામાં આવ્યો છે.

મોરબીમાં પણ ઘણા ચહેરા એવા છે કે જે રૂપેરી પડદે ચમકવાની રાહ જોઈ રહ્યા છે. જરૂર છે માત્ર તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની. તો આવા લોકો માટે મોરબીના આંગણે પૂનમબેન ગજ્જર ( પી.જી. સ્ટારડમ) અનેરી તક લઈને આવ્યા છે. તેઓ દ્વારા મોડેલિંગ ક્ષેત્રે આગળ વધવા ઇચ્છુક લોકો માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના પ્રયાસના ભાગરૂપે મોરબીના આંગણે ભવ્ય ફેશન શો ‘ ધ ફેસ ઓફ ગુજરાત’નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

‘ધ ફેસ ઓફ ગુજરાત’ ફેશન શોમાં મિસ્ટર, મિસ, મિસિસ, કિડ્સ, મી એન્ડ મોમની કેટેગરી રાખવામાં આવી છે. આ ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ દીકરીઓ, મહિલાઓ અને બાળકોની સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન દેવામાં આવ્યું છે. સમગ્ર સુરક્ષા વ્યવસ્થા જાણીતી થાઉસન્ડ આઇસ સિકરયુરિટીને સોંપવામાં આવી છે. વધુમાં ખૂબ ખ્યાતનામ એવા ફૂડ પ્લાઝા અને ઓડિસી હોસ્પિટાલિટી સર્વિસીસનો પણ આ ઇવેન્ટમા ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે. આ ફેશન શોમાં ૧૨૦થી વધુ સફળ શો કરી ચૂકેલા મિસ્ટર હર્ષ મોતીયાણી ફેશન કોરિયોગ્રાફર તરીકે તેમજ બેન્જર ઇવેન્ટના નૈવિલ રાવલ ઇવેન્ટ મેનેજર તરીકે કાર્યરત રહેશે.

- text

આ ફેશન શોનો ફાઇનલ રાઉન્ડ તા. ૧૭ મેને શુક્રવારના રોજ મોરબીમાં જ યોજાશે. આ પૂર્વે તા. ૩ અને ૪ મેના રોજ ફોટો શૂટ રાઉન્ડ રાખવામાં આવશે. બાદમાં તા. ૫ના રોજ ઓડિશન રાઉન્ડ યોજાશે. સમગ્ર ઇવેન્ટ રાજપર ચોકડી નજીક , સજનપર ધૂનડા રોડ પર આવેલા ધ નાઈટ લાઈફ કાફેમાં યોજાશે. ઉલ્લેખનિય છે કે ‘ધ ફેસ ઓફ ગુજરાત’ ફેશન શોના ઓડિશન રાઉન્ડ ગુજરાતના અનેક શહેરોમાં લેવાઈ ચુક્યા છે. મોરબીમાં ઓડિશન રાઉન્ડ લેવાયા બાદ તેમાંથી પસંદ થયેલા સ્પર્ધકો સાથે ગ્રાન્ડ ફિનાલેમા બહારના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા થશે. મોરબીમાં હાલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે મો. નં. ૮૧૪૧૫ ૮૧૮૧૫ અને ૭૯૯૦૭ ૧૯૮૬૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text