મોરબીમાં યુવાનને ધમકાવી કારમાં તોડફોડ કરી આંતક મચાવ્યો

- text


અગાઉની ફરિયાદમાં સમાધાન કરવા દબાણ કરી 11 શખ્સોએ કારમાં તોડફોડ કરીને યુવાનને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના રવાપર રોડ પર યુવાનને ધમકાવી 11 શખ્સોએ તેની કારમાં તોડફોડ કરીને આતક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે.અગાઉ મારમારીની નોંધાયેલી ફરિયાદનું સમાધાન કરવા દબાણ કરીને યુવાનને ધમકી આપી કારમાં તોડફોડ કર્યાની 11 શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ મચ્છી પીઠ વિસ્તારમાં રહેતા જુસબ ઉફ્રે જુસ્સો ગુલમામદ મોવર ઉ.વ.33 નામના યુવાને મોરબીના જોન્સનગરમાં રહેતા હુશૈન સીદીક મિયાણા, ઇમરાન હુશૈન મિયાણા,જુસબ ઉફે મિયાંણો, શાહરુખ હાજી મિયાણા તથા તેના બે ભાઈઓ તેમજ સાજીદ કાદર સેડાત અને બીજા ત્રણથી ચાર અજાણ્યા શખ્સો સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગતરાત્રે 10 વાગ્યાની આસપાસ રવાપર રોડ પર આવેલ ભવાની બેકરી પાસે હતા.ત્યારે આરોપીઓ ત્યાં ઘસી આવ્યા હતા.જોકે તેમને અગાઉ આરોપીઓ સાથે કોઈ બાબતે મારામારી થઈ હોય જેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને આ પોલીસ ફરિયાદનું સમાધાન કરવા બન્ને વચ્ચે સમાધાન કરવા મનદુઃખ ચાલતું હતું.ત્યારે ગઈકાલે આરોપીઓ સમાધાન કરવા દબાણ કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી તની કારમાં તોડફોડ કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા.તેથી યુવાને આ તમામ આરોપીઓ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અને કારમાં તોડફોડ કરી રૂ.25 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text