ટંકારા : હરબટીયાળી મુકામે અખાત્રીજના દિવસે લેઉવા પાટીદાર સમાજના સમુહલગ્નનું ભવ્ય આયોજન

- text


૬૨ યુગલો પ્રભુતામાં પગલા પાડશે, સમાજના શ્રેષ્ઠીઓની રક્તતુલા સહિતના કાર્યક્રમો માટે તડામાર તૈયારીઓ

ટંકારા : આવનારી તારીખ ૭મી મેના રોજ અખાત્રીજના દિવસે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ, ટંકારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા હરબિટીયાળી મુકામે ભવ્ય પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં સમાજના ૬૨ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે.

તારીખ ૭/૫ ૨૦૧૯ને મંગળવારે વહેલી સવારે ૦૫:૧૫ કલાકે જાન આગમન, ૦૫:૧૫ કલાકથી ૦૭:૩૦ કલાક સુધી અલ્પાહાર, સવારે ૦૯:૦૦ કલાકે હસ્તમેળાપ, ૦૯:૩૦ કલાકે સમાજના શ્રેષ્ઠીઓની રક્તતુલા, ૧૦:૩૦ કલાકે ભોજન અને સવારે ૧૧:૪૫ કલાકે કન્યા વિદાય સહિતના પ્રસંગોમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન, પ્રમુખ નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમનું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ઉદ્ઘાટન કરશે. ગુજ.રાજ્ય વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પી.પી.સવાણી ગ્રુપ સુરતના મહેશભાઈ સવાણી, ખોડલધામ કાગવડના ટ્રસ્ટી ગોપાલભાઈ વસ્તરપરા, અ. ભા.પાટીદાર શિક્ષા મહાસંઘના શિવલાલભાઈ વેકરીયા, ખોડલધામના સહ મંત્રી રજનીકાંત પટેલ, એ.પી.પટેલ કન્યા છાત્રાલય રાજકોટના ગોવિંદભાઇ ખૂંટ સહિતના મહાનુભાવો કાર્યક્રમના મુખ્ય મહેમનો તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રથમ સમૂહ લગ્નના પ્રણેતા લેકસીકોન સીરામીક પ્રા. લી.ના નરેન્દ્રભાઈ પરસોત્તમભાઈ સંઘાત અને સમૂહ લગ્ન સમિતિની સમગ્ર ટિમ આ પ્રસંગને દિપાવવા જહેમત કરી રહી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text