- text
અજરામર એક્ટિવિટી એસોટના સિનિયર સિટીજન મહિલાઓએ ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ગરીબોને ઠંડુ પાણી મળી રહે તે માટે 75 માટલાઓનું વિતરણ કર્યું
મોરબી : હાલ ઉનાળાના ધોમધખતા તાપમાં લોકોને વારંવાર પીવાના પાણીની જરૂરિયાત પડે છે.ત્યારે અનેક અભવો વચ્ચે જીવન જીવતા શહેરના ઝૂંપટપટ્ટી વિસ્તરોના ગરીબો પાસે ફ્રીજ તો ઠીક ઠંડા પાણીના માટલાની પણ સુવિધા હોતી નથી ત્યારે મોરબીના અજરામર એક્ટિવિટી એસોતના સિનિયર સીટીઝન મહિલાઓએ ગરીબોની તૃષા તૃપ્ત કરવા માટે પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું હતું.જેમાં ઝૂંપટપટ્ટી વિસ્તારના ગરીબોને 75 જેટલા માટલાઓનું વિતરણ કર્યું હતું.
- text
મોરબી અજરામર એક્ટિવિટી એસોટ સિનિયર સીટીઝન ગ્રુપમાં મોટાભાગના 28 જેટલા મહિલાઓ જુદીજુદી સેવાકીય પ્રવૃતિઓ કરીને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાનો હકારાત્મક પ્રયાસો કરે છે.ત્યારે આ મહિલાઓના ધ્યાને આવ્યું હતું કે હાલ ઉનાળામાં ધોમધખતા તાપમાં વારંવાર લોકોને પાણી પીવાની જરૂરિયાત ઉભી થતી હોય આર્થિક રીતે સક્ષમ હોય તેવા લોકો તો ઠંડુ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરી લેતાં હોય છર.પરંતુ શહેરની અલગઅલગ જગ્યાએ આવેલ ઝૂંપટપટ્ટીમાં અનેક અભવો વચ્ચે જેમ તેમ જીવન ગુજારો કરતા ગરીબો પાસે ફ્રીજ તો ઠીક પણ ઠંડા પાણીના માટલાની પણ સુવિધા હોતી નથી તેથી આ મહિલાઓએ ગરીબોને ધોમળખતા તાપમાં પીવાના પાણીની તરસ છીપાઈ શકે તે માટેની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી હતી.જેમાં આ મહિલાઓએ શહેરના પાડાપુલ નીચે આવેલ ઝૂંપટપટ્ટી વિસ્તારોમાં રહેતા ગરીબોને 75 ઠંડા પાણીના માટલાઓનું વિતરણ કર્યું હતું.
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
- text