મોરબી : મતદાન કરો અને મેળવો મફતમાં ટફન ગ્લાસ

- text


ગાયત્રી મોબાઈલ શો રૂમે મતદાન જાગૃતિ માટે ખાસ સ્કીમ અમલમાં મૂકી

મોરબી : મોરબીમાં લોકસભાની ચૂંટણીમાં તંદુરસ્ત લોકશાહીને ટકાવી રાખવા લોકો વધુને વધુ મતદાન કરે તે માટે જુના મહાજન ચોક પાસે ચિતકુટ સિનેમા નજીક આવેલ ગાયત્રી સિલેક્શન મોબાઈલ શો રૂપના સંચાલકોએ અનોખી પહેલ કરી છે.જેમાં લિમિટેડ સ્માર્ટ ફોન ઓફરના નામે આજે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરો અને મફતમાં મોબાઈલનો ટફન ગ્લાસ મેળવો એવી સ્કીમ અમલમાં મૂકી છે.આ મોબાઈલના શોરૂમમાં આજે તા.23 એપ્રિલના રોજ સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધી મતદાનનું પ્રુફ આપનાર લોકોને મફતમાં મોબાઈલનો મફતમાં ટફન ગ્લાસ નાખી આપવામાં આવશે, આ અંગે ગાયત્રી મોબાઈલ શો રૂમના સંચાલકોએ જણાવ્યું હતું કે , મતદાનમાં જાગૃતિ આવે તેવો અમારો આ સ્કીમ પાછળનો ઉદેશ્ય છે.જે લોકો મતદાન કરે તેને મફતમાં આ સ્કીમનો લાભ આપવામાં આવશે, અને તેમણે લોકશાહીના જતન માટે વધુને વધુ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text