મોરબી જિલ્લામાં બપોરે એક વાગ્યા સુધીમાં 45 ટકા જેટલું મતદાન થયું

- text


ટંકારામાં સૌથી વધુ 46.52 ટકા

મોરબી : મોરબી જિલ્લામાં સવારથી મતદાન માટે મતદારોએ લાઈનો લગાવી છે. ત્યારે સવારના પ્રથમ ચાર કલાકમાં મોરબી જિલ્લામાં કુલ મતદાનની ટકાવારી 27 ટકાએ પહોચ્યા બાદ બપોરે એક વાગ્યા સુધીમાં આ આંકડો 45 ટકા સુધી પોહચી ગયો હતો.

- text

મોરબી જિલ્લામાં સવારથી શાંતિ પૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. અમુક જગ્યાએ ઈવીએમમાં ખામી સર્જાવાની પણ ઘટનાઓ સિવાય કોઈ અનિચ્છનીય બનાવો સામે આવ્યા નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે. અમુક ગામોમાં બપોર સુધીમાં 40 થી 50 ટકા મતદાન થઇ ચૂક્યું છે. જયારે મોરબી જિલ્લામાં બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ 45 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ટંકારામાં 46.52 ટકા જયારે મોરબીમાં 40.50 ટકા અને વાંકાનેરમાં 43.34 ટકા મતદાન નોંધાયું હતું,

- text