મોરબી : લાતી પ્લોટમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ

- text


મોરબી : મોરબીમાં આવેલા લાતી પ્લોટમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે. જેથી અહીં ગંદકી અને કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. ઉપરાંત અહીં ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે ટ્રાફિક સમસ્યા પણ રહેતી હોવાથી લોકી ત્રસ્ત થયા છે.

લાતી પ્લોટની આવી હાલત જોયા પછી ‘મારુ મોરબી, સ્વચ્છ મોરબી’નું સૂત્ર માત્ર શોભાના ગાંઠિયા જેવું પુરવાર થઇ રહ્યું છે. લાતી પ્લોટ નંબર 2થી 7 સુધી ઠેર ઠેર ઉભરાતી ગટરો અને ગટરોના ખુલ્લા ઢાંકણાને કારણે ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે. આજે પણ ખુલ્લા ઢાંકણાને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. અહીંયા આવનાર અજાણ્યા લોકોને આ બાબતનો ખ્યાલ ન હોવાથી બાઈક સ્લીપ થવાની ઘટના પણ બની છે. આ સમસ્યાને કારણે લાતી પ્લોટના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text