મોરબી : શ્રીમાળી સોની સમાજ માટે ૨૫મીથી દસ દિવસીય ફ્રી સેલ્ફ ડિફેન્સ સેમિનાર

- text


મોરબી : મોરબીમાં કાર્યરત શ્રીમાળી સોની યુવા સંગઠન દ્વારા તારીખ 25 એપ્રિલથી 4 મે સુધી ફક્ત મોરબી સોની સમાજ માટે સેલ્ફ ડિફેન્સ તથા પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દસ દિવસીય સેમિનાર તારીખ 25થી દરરોજ સવારે 7:00 થી 8:00 સોની સમાજ પાર્ટી પ્લોટ, વાઘેશ્વરી મંદિર સામે, મોરબી ખાતે યોજવામાં આવ્યો છે, આ સેમિનારના કોચ નીરવભાઈ સોની છે. આ ફ્રી સેમિનાર 7 વર્ષથી ઉપરના દરેક સ્ત્રી-પુરુષો તથા બાળકો-યુવાનો માટે છે, જેમાં સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને તારીખ 22 સુધીમાં પરત કરવાનું રહેશે. આ ફોર્મ હિરેનભાઈ ફીચડીયા, મારુતિ લેજર સોલ્ડર, હવેલી શેરી સામે(મો. નં. 9408040076), વ્રજેશભાઈ વાગડીયા, પીંજારા શેરી, શ્રીજી ચેઇન, ઉપરના માળે (મો. ન. 9998901010) તથા બિરજુભાઈ પાટડીયા, સોનીની વાડી સામે, પારેખ શેરી(મો. ન. 9428347717) પાસેથી મેળવવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text