મોરબી : પ્રાકૃતિક ચિકિત્સામાં હરડેના મહત્વની જાણકારી અર્થે પોસ્ટર પ્રદર્શનનું આયોજન

- text


મોરબી : “ચાલો પ્રકૃતિ તરફ વળીએ અને નિરોગી રહીએ” એ ધ્યેય સાથે કામ કરતાં મોરબીના પ્રકૃતિ પ્રેમી જીતુભાઇ ઠક્કર દ્વારા તારીખ 14 એપ્રિલને રવિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી નિરોગી જીવન માટેની ‘હરડે’ની મહત્તા દર્શાવતા એક પોસ્ટર પ્રદર્શનનું આયોજન હરડે પ્રચાર કેન્દ્રનાં સહયોગથી સનાળા રોડ, ઓમ શન્તિ સ્કૂલની સામેના ભાગે, આદર્શ સોસાયટીના નાકે મોરબી ખાતે કરવામાં આવ્યું છે. હરડે વિશે આ માહિતીસભર પ્રદર્શનનો લાભ લેવા જાહેર જનતાને મોરબી નેચર ક્લબ અને જીતુભાઇ ઠક્કરે આમંત્રણ પાઠવ્યું છે. પ્રદર્શનની સાથે હરડે પાવડરનાં વેચાણ ઉપરાંત અન્ય ગૌ આધારિત નેચરલ તેમજ ઓર્ગેનિક ઉત્પાદનો જેવા કે દેશીગોળ, શેરડીનો રસ, અગરબત્તી, સિંધાલુણ (નમક) વગેરેનું વેંચાણ પણ કરવામાં આવનાર છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text